ગુજરાત

gujarat

ETV Bharat / state

પતંગ ચગાવતા બાળકનું ત્રીજા માળેથી પડી જતા મોત, માતમમાં ફેરવાઇ ઉતરાયણ - Sabarkantha News

સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી ખાતે ઉતરાયણ નિમિત્તે પતંગ ચગાવતા 11 વર્ષીય બાળકનું ત્રીજા માળેથી નીચે પટકાતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક વિસ્તારમાં સન્નાટો છવાયો હતો.

sabrkatha
સાબરકાંઠાના વડાલીમાં અગાસી પરથી પટકાતાં બાળકનું મોત, એમ્બ્યુલન્સ નો સહારો ન મળતા બાળક નું થયું મોત

By

Published : Jan 13, 2020, 9:45 PM IST

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ સાબરકાંઠાના વડાલી ખાતે 11 વર્ષીય બાળક ત્રીજા માળે પતંગ ચગાવતો હતો. જે દરમિયાન અચાનક પગ લપસી જતાં બાળક નીચે પટકાયો હતો અને ત્રીજા માળેથી નીચે પટકાતાં બાળકને તાત્કાલિક સારવાર માટે ઇડર ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

જો કે, ખાનગી હોસ્પિટલમાં સારવારની વધુ જરૂરિયાત જણાતા બાળકને હિંમતનગર ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જે દરમિયાન ઈડર અને હિંમતનગર વચ્ચે એમ્બ્યુલન્સ બંધ પડી જતાં બીજી એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી. પરંતુ અધવચ્ચે એમ્બ્યુલન્સમાં ખામી સર્જાતા બીજી એમ્બ્યુલન્સ મગાવવાની ફરજ પડી હતી અને બીજી એમ્બ્યુલન્સ સમયસર ન આવતા 11 વર્ષીય બાળકનું કરુણ મોત થયું હતું.

સાબરકાંઠાના વડાલીમાં અગાસી પરથી પટકાતાં બાળકનું મોત, એમ્બ્યુલન્સ નો સહારો ન મળતા બાળક નું થયું મોત

જિલ્લામાં પતંગ ચગાવવાના પગલે દોરીથી કપાઈ જવાના છેલ્લા 3 દિવસમાં 6 બનાવો બન્યા છે. પરંતુ વડાલીના બાળકનું ઇડર હિંમતનગરની વચ્ચે મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. જો કે, અચાનક બાળકનું મોત થવાના પગલે પરીવારજનો શોકાતુર બન્યા છે અને હાલમાં સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details