સાબરકાંઠાના હિંમતનગરમાં પિપલોદથી નજીક એક ગોડાઉનમાં નીમ કોટેડ યુરિયાની 630થી વધુ બેગ પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવી છે. જોકે આ તમામ જથ્થો કોઈપણ પ્રકારની પાસપોર્ટ વિના બારોબાર ફેક્ટરીઓ તેમજ કંપનીઓમાં વેચાતો હોવાનું ખૂલ્યું છે.
પિપલોદમાંથી પરમિટ વગરનું 630થી વધુ બેગ સાથે પકડાયું નીમ કોટેડ યુરિયા ખાતર,ગોડાઉન કરાયું સીલ એક તરફ ખેડૂતોને નીમ કોટેડ યુરિયાની અછત હોવાની વાતો વચ્ચે કોઈપણ પ્રકારની પરમિટ ન ધરાવનારા ખાનગી ફેક્ટરી ચલાવનારા યુવક પાસેથી આટલો મોટો જથ્થો ઝડપાતા અધિકારીઓ પણ એક સમયે હતપ્રભ થયા હતા. જો કે આ મુદ્દે ગોડાઉન માલિકની જુબાની લેતા તેને સમગ્ર માલ અમદાવાદ પહોંચાડે છે તેવો સ્વીકાર કર્યો છે.
તેમજ તેણે તમામ માલ ખેડૂતો પાસેથી લીધો હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ 630 નીમ કોટેડ યુરિયા ખેડૂતો પાસેથી મળી આવે એ બાબત શક્ય નથી. આટલો મોટો જથ્થો અહીંયા કઈ રીતે આવ્યો તેમજ રાજસ્થાનમાં તેનો ઉપયોગ કેટલા ભાવે, કઈ રીતે કરાતો હતો. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લઇ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી છે.
તેમજ હાલમાં ગોડાઉન સીલ કરી આરોપી સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે. સૌથી મોટી બાબત એ છે કે, આટલું મોટું કૌભાંડ થયું હોવા છતાં આજ દિન સુધી હકીકતથી વહિવટી તંત્ર પણ અજાણ રહ્યું. તે પણ એક ચર્ચાસ્પદ સવાલ છે. આગામી સમયમાં ખેડૂતોના હિતાર્થેને ધ્યાનમાં રાખી ફરીવાર આવી ઘટના ન સર્જાય તેની તકેદારી જિલ્લાના અધિકારીઓએ રાખવી જરૂરી છે. 0