સાબરકાંઠાઃ જિલ્લાના છાપરિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી (Demolition work in the Chhapariya area) કરવામાં આવી રહી છે. જોકે, અહીં જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી છે. તંત્ર છાપરિયા વિસ્તારમાં હંગામી દબાણ પર બૂલડોઝરફેરવી દેવાયું છે. સાબરકાંઠાના હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં રામનવમી દરમિયાન પથ્થરમારો (Stone throwing in the Chhapariya Area) થયો હતો. ત્યારે આજે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય પછી દબાણની કાર્યવાહી હાથ ધરવામાં (Demolition work in the Chhapariya area) આવી હતી, જે અંતર્ગત 4 પાકા તેમ જ 8થી 10 જેટલા આંશિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
10 જેટલા દબાણ કરાયા દૂર - આપને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો (Stone throwing in the Chhapariya Area) બનાવ બન્યો હતો. તેમાં 10થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આજે છાપરિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દબાણ દૂર (Demolition work in the Chhapariya area) કરવા વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા હતા.
આ પણ વાંચો-Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં ભયના માહોલ વચ્ચે પરિવારોનું પલાયન, પોલીસ તંત્ર દોડતું થયું
દબાણની કામગીરી દરમિયાન જિલ્લાભરની પોલીસ ખડકી દેવાઈ- તો આજે અહીં એક પાકું તેમ જ અન્ય 10 જેટલા દબાણો (Demolition work in the Chhapariya area) હટાવાયા હતા. જોકે, જિલ્લાભરની પોલીસ અહીં ખડકી દેવામાં આવી હતી. એટલે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ હતી. સાથે સાથે આગામી સમયમાં અન્ય બાકી રહેલા દબાણો પર પણ નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી આગામી સમયમાં ટીપી રોડ ખૂલ્લો કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો-Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ
માર્કેટ સુધી પહોંચવાનો રસ્તો થશે ખૂલ્યો - આજે નગરપાલિકાના સ્ટાફે દબાણો દૂર કરવાની ટીમ સાથે દબાણ (Demolition work in the Chhapariya area)હટાવ્યું હતું. જોકે, સ્થાનિકોએ આ મામલે વિરોધ કરવાનું ટાળ્યું હતું. તેમ જ વહીવટી તંત્ર દ્વારા વર્ષોથી દબાણની જગ્યાઓ ખાલી કરાવી ટીપી રોડ ખૂલ્લો કરાયો હતો. એટલે હવે આગામી સમયમાં માર્કેટ સુધી પહોંચવાનો રસ્તો પણ ખૂલ્લો થઈ જશે, આથી હિંમતનગર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થઇ શકશે.