ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં પ્રેમી યુવક યુવતીએ નોંધાવી સામસામે ફરિયાદ - સાબરકાંઠા

સાબરકાંઠા: વડાલીના એક પરિવારના યુવકને કેટલાક દિવસો અગાઉ પ્રેમ પ્રકરણમાં યુવતીનું અપહરણ કર્યાંની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ અગાઉ યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકનું અપહરણ કરી માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

sabarkantha

By

Published : Aug 8, 2019, 8:49 AM IST

Updated : Aug 8, 2019, 9:50 AM IST

સાબરકાંઠાના ઇડર તાલુકાના એક પરિવારની યુવતી સાથે વડાલીના એક પરિવારના યુવકને પ્રેમ સંબંધ થતા યુવતીના પરિજનો દ્વારા યુવકનું અપહરણ કરાયું હતું. જેના પગલે સાબલવાડ કંપા ખાતે અવાવરું જગ્યાએ યુવકને બાંધી મારઝૂડ કરી જાતિ વિષય શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ભરે ચકચાર મચી છે.

સાબરકાંઠાના ઇડરમાં પ્રેમી યુવક યુવતીએ નોંધવી સામસામી ફરિયાદ, ETV BHARAT

એક તરફ આજે વાયરલ થયેલા વીડિયોમાં યુવક યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું કબુલાત કરી રહ્યો છે તો બીજી તરફ પ્રેમિકાએ આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પ્રેમી યુવક શારીરિક માનસિક હેરાનગતિ સહિત અપહરણ કર્યાની જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે સામસામી ફરિયાદોના પગલે પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે. એક તરફ પ્રેમીનું અપહરણ કરી માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે તો બીજી તરફ પ્રેમિકાએ પ્રેમી સામે જ ફરિયાદ કરતા સમગ્ર વિસ્તારમાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

જોકે હાલમાં તો સામ સામે પોલીસ ફરિયાદો તેમ જ વાયરલ વીડિયોના પગલે પોલીસે પણ સમગ્ર બનાવની પૂરતી તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓને સજા આપવાની પણ વાત કરતા નજરે પડે છે. ત્યારે, સમગ્ર ઘટનામાં સાચું શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે.

Last Updated : Aug 8, 2019, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details