ગુજરાત

gujarat

ETV Bharat / state

અહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી - sabarkantha police started investigation

હિંમતનગર નજીક આવેલા ગાંભોઈ પાસે દીકરી જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવતા (Girl buried in the ground found alive) ખળભળાટ સર્જાયો હતો. (New Born Baby Found in Sabarkantha) જો કે ચમત્કાર કહો તો ચમત્કાર પણ દીકરી જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. દીકરી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.

અહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી
અહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી

By

Published : Aug 4, 2022, 10:02 PM IST

Updated : Aug 6, 2022, 7:42 PM IST

સાબરકાંઠા:સમગ્ર દેશમાં બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો ગુંજી રહ્યા છે ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા ગાંભોઈ પાસે એક નવજાત દીકરી જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવતા (Girl buried in the ground found alive) સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો. (New Born Baby Found in Sabarkantha) જો કે ઈશ્વરના ચમત્કાર સ્વરૂપ નવજાત દીકરી જીવિત હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે જોલા ખાઈ રહી છે.

અહો આશ્ચર્યમ

આ પણ વાંચોઃપૂત્રીનો જન્મ થતાં સાસરિયાંઓએ મહિલા સાથે કરી નાખ્યું શરમજનક કામ

સાત માસની દીકરીે જમીનમાં દાટી દેવાયેલી મળીઃબેટી બચાવોના સૂત્ર હેઠળ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે તો બીજી તરફ સામાજિક આગેવાનો સહિતના નેતાઓ સામાજિક સમરસતાની વાતો કરે છે ત્યારે આજના તબક્કે પણ દીકરીનું સ્થાન કેટલુ સબળ બન્યું છે તેનો જીવંત દાખલો હિંમતનગરના ગાંભોઈ નજીક આવેલા ખુલ્લા ખેતરમાંથી મળી આવે છે. જ્યાં અંદાજિત સાત માસની દીકરીને જમીનમાં દાટી દેવાયેલી હાલતમા મળી આવતા ખળભળાટ સર્જાયો છે. ગાંભોઈના જીઈબી ઓફિસ પાસેના ખુલ્લા ખેતરમાં કામ કરી રહેલા ખેતમજૂરોને જમીનમાં રડતી બાળકીનો અવાજ સાંભળી સ્થાનિક કચેરીના અધિકારીઓને બોલાવતા તેમને આ બાળકીને જીવિત હાલતમાં બહાર કાઢી તાત્કાલિક ધોરણે 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. જ્યાં ઓછા વજન સહિત બાળકી અધુરા મહિનામાં જન્મી હોય તેવું પ્રાથમિક અંદાજ સ્થાનિક ડોક્ટરો લગાવી રહ્યા છે.

બાળકી સ્વસ્થ છેઃ ગાંભોઈ પાસેથી મળી આવેલી દીકરી મામલે સાબરકાંઠા જિલ્લા સિવિલના સ્થાનિક સિવિલ સર્જનનું માનવું છે કે નવજાત બાળકીને જમીનમાં દાટેલી રાખી હોવા છતાં હાલના તબક્કે સ્વસ્થ છે ત્યારે તેને ઈશ્વરનો ચમત્કાર જ માનવો રહ્યો. (New Born Baby Found in Sabarkantha) સાથોસાથ સામાજિક દીકરીઓને યોગ્ય સ્થાન મળે તેવા પગલા ભરવાની સામાજિક આગેવાનોની તાતી જરૂરિયાત છે.એક તરફ માતાને મમતાનો ખજાનો કહેવાય છે તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરના ગામોની નજીક મળી આવેલી નવજાત દીકરીને જમીનમાં દફન કરનારી માતા સામે સ્થાનિક વિસ્તારમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ અંગે મહિલા ઉત્કર્ષનું કામ કરનારા લોકોએ પણ તિરસ્કાર રજૂ કર્યો છે. દીકરીને આજના યુગ પણ સાપનો ભારો ગણનારી માતા સામે ઠોસ પગલાં ભરવાની વાત કરાય છે.

આ પણ વાંચોઃ Baby found on side of road : આ માસૂમનું શું થશે? પલસાણા ચાર રસ્તાથી મળ્યું નવજાત શિશુ

સામાજિક અને કૌટુંબિક વિખવાદો માટેદીકરીને જવાબદાર માનવામાં આવે છેઃહાલના તબક્કે સમગ્ર ભારતમાં રજૂ થયેલી ફિલ્મો વિવિધ મુદ્દાઓ મામલે પ્રકાશ પાડી રહી છે. ત્યારે આવતીકાલે મને લઈ જા નામની ગુજરાતી ફિલ્મ સાબરકાંઠાના હિંમતનગરથી રજૂ થઈ રહી છે જેમાં દિનપ્રતિદિન વધતા જતા અનાથ આશ્રમો સહિત સામાજિક અને કૌટુંબિક વિખવાદો માટે દીકરીને જવાબદાર માનવામાં આવે છે. તો બીજી તરફ અનાથાશ્રમોમાં દીકરાઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે, ત્યારે દીકરીઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. જોકે આજના સંદર્ભે દીકરીને જમીનમાં દફન કરવા મામલે સામાજિક બદલાવવા માટે સાબરકાંઠાની ધરતી ઉપરથી રજૂ થનારી ફિલ્મ ખૂબ મોટો બદલાવ લાવશે તેમ પાંચ વર્ષની દીકરી શ્રદ્ધા પઢીયાર તેમજ ફિલ્મના ડિરેક્ટર નિરંજન શર્માનું માનવું છે. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીકથી મળી આવેલી નવજાત દીકરી હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે આ દીકરીને માતાની મમતા ક્યારે પ્રાપ્ત થશે તે યક્ષ પ્રશ્ન છે.

Last Updated : Aug 6, 2022, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details