ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાંતિજના તખતગઢનું રાષ્ટ્રીય સન્માન, જિલ્લા માટે ગૌરવપૂર્ણ અવસર - sabarkantha news

ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર એક તખતગઢ ગામને ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત એવોર્ડ 2020 નાનજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પંચાયત 2020 એવોર્ડ જીતી ગુજરાતનું પ્રથમ ગામ બન્યું છે. આ એવોર્ડ સાથે ગામના વિકાસના કાર્યો માટે ભારત સરકાર તરફથી રૂ. 10 લાખ ગ્રામ પંચાયતને મળશે.

award-for-sabarkantha-village
સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામને રાષ્ટ્રીય સન્માન મળ્યું, જિલ્લા માટે ગૌરવપૂર્ણ અવસર

By

Published : Apr 23, 2020, 11:31 PM IST

સાબરકાંઠા: ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામને નાનજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા 2020 એવોર્ડ પ્રાપ્ત કરી સાબરાકાંઠાને ગૌરવ અપાવ્યું છે.

સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામને રાષ્ટ્રીય સન્માન મળ્યું, જિલ્લા માટે ગૌરવપૂર્ણ અવસર


ગામના સરપંચ નિશાંત ભાઈ પટેલ જણાવે છે કે, અમારા ગામમાં સી.સી.રોડ, શૌચાલય, ગટરવ્યવસ્થા, ઘર ઘર નલ ઘર ઘર જલ, વીજળીકરણ, સાક્ષરતા, ટપક સિંચાઈ પદ્ધતિ, બેન્ક ખાતા, ચેકડેમ (જળ સંચય), ગેસ પાઇપલાઇન, શુદ્ધ પર્યાવરણ, સ્વચ્છતા વગેરે સો એ સો ટકા સંપૂર્ણ છે. આ સાથે ચોવીસ કલાક ઇમરજન્સી સેવા (સામૂહિક આરોગ્ય કેન્દ્ર), 24 કલાક વીજળી, પીએનજી ગેસ પાઇપલાઇન ઘેર ઘેર મીટર સાથે છે. તેમજ 24 કલાક પીવાના પાણીના મીટર દરેક ઘરે લગાવવામાં આવ્યાં છે.

સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામને રાષ્ટ્રીય સન્માન મળ્યું, જિલ્લા માટે ગૌરવપૂર્ણ અવસર
આ સાથે ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામોમાં મેળવેલી સિદ્ધિઓ બદલ અન્ય પુરસ્કારો પણ મળેલા છે. જેમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ, ગોકુળિયુ ગામ એવોર્ડ, નિર્મળ ગામ એવોર્ડ, સ્વર્ણિમ ગામ તથા સ્વચ્છ ગામ, મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ પાણી સમિતિ એવોર્ડ મળેલો છે.

આ સાથે સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ 10 લાખ સહાય દ્વારા ગામમાં વિકાસના અન્ય કામો થકી ગામને સર્વશ્રેષ્ઠ ગામ બનાવી સૌનો સાથ, સૌનો વિકાસ વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્રામજનો કટિબદ્ધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

જો કે, પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે કરેલી પ્રગતિ ગુજરાત સહિત ભારતના ગામડાઓ માટે દિશા સૂચક છે. ત્યારે અન્ય ગામડાઓ પણ આ દિશા તરફ આગળ વધે તો શ્રેષ્ઠ ભારતની કલ્પના સાર્થક થઇ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details