સાબરકાંઠાઃ હિંમતનગરના આયુર્વેદિક વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ આયુર્વેદિક ઉકાળો આપવાની શરૂઆત કરાઈ છે. આ ઉકાળામાં કોરોના વાયરસની સામે લડવાની તાકાત તેમજ શરદી અને ઉધરસને દૂર કરવાની ક્ષમતા રહેલી છે. આ પ્રકારના ઉકાળા વિતરણની શરુઆત સમગ્ર રાજ્યમાં હિંમતનગર ખાતે સૌપ્રથમ કરવામાં આવી છે. જેના પગલે હિંમતનગરમાં ખુબ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે બનાવવામાં આવેલો ઉકાળો ખૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિકોએ આયુર્વેદિક ઉકાળો મેળવવા માટે લાંબી લાઇનો લગાવી હતી.
સાબરકાંઠાઃ કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે ઉકાળાનું વિતરણ શરૂ કરાયું - હિંમતનગરના આયુર્વેદિક વિભાગ
સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાએ આયુર્વેદિક ઉકાળા થકી અત્યારથી વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના પગલે અગમચેતીની શરૂઆત કરી છે.
સાબરકાંઠાઃ કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે ઉકાળાનું વિતરણ શરૂ કરાયું
બીમારી સામે લડવા માટે અત્યારથી જ સંરક્ષણાત્મક પગલું ગણી શકાય તે પ્રકારનો પ્રયાસ હાથ ધરનારા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી શરૂઆતને સૌ કોઈએ વખાણી હતી. સાથોસાથ વૈશ્વિક મહામારી સામે લડવા એકજૂથ થવાની પણ વાત કરતા નજરે પડ્યા હતા.