વિજયનગરના ટીંટીરણ ગામના સાગર પટેલ અને બાલેટા ગામના ચિરાગ ગામેતી બંન્ને અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ બંન્ને યુવક ગુરૂવારે રાત્રે નોકરી પરથી પરત ઘરે આવતા હતા. તે દરમિયાન રાત્રિના 8થી સાડા આઠ વાગ્યાની આસપાસ ટોલડુંગરી નજીક વિજયનગર આશ્રમ તરફ જતી કાર ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર સાગર અને પાછળ બેસેલો ચિરાગ બંન્ને જમીન પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંન્ને યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
સાબરકાંઠાના ટોલડુંગરી નજીક સર્જાયો અકસ્માત, 2ના મોત - toladungari
સાબરકાંઠા: જિલ્લામાં આવેલા વિજયનગરના ટોલડુંગરી નજીક કાર ચાલક દ્વારા બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
સાબરકાંઠાના ટોલડુંગરી નજીક સર્જાયો અકસ્માત, 2ના મોત
ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. વિજયનગર પોલીસ ઘટનાસ્થળે પહોંતીને કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક સાગરના પિતા મંગળાભાઈ પટેલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે ફરાર કાર ચાલક વિરૂદ્ધ ફરિયાજ નોંધીને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર રેફલર હોસ્પિટલમાં મોકલી આપી હતી.