ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા વિજયનગર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, 2 ઘાયલ - Accident Between Two Bikes

xz
s

By

Published : Dec 22, 2020, 9:22 AM IST

Updated : Dec 22, 2020, 9:38 AM IST

08:51 December 22

સાબરકાંઠામાં વિજયનગર પાસે બે બાઈક સામે સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • સાબરકાંઠાના વિજયનગરમાં બે બાઇક વચ્ચે અકસ્માત
  • આ અકસ્માતમાં ત્રણનાં મોત, બે ગંભીર
  • ઓવર સ્પીડના કારણે અકસ્માતનો અવાજ આસપાસના ગામડાઓમાં સંભળાયો
     

પાલનપુરઃ  સાબરકાંઠા વિજયનગર પોલો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રસિદ્ધ છે, તેમજ મોટાભાગનો યુવા વર્ગ આ વિસ્તારની મુલાકાત અચૂક લે છે. જોકે દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફિકની સાથે સાથે યુવા વર્ગ બાઈકમાં ઓવર સ્પીડના પગલે ક્યારેક કરૂણ અંજામ ભોગવે છે. 
 

 વિજયનગર પોલો ફોરેસ્ટની નજીક આતરસુંબા પાસે બે બાઈક સામે સામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત થયા હતાં, તેમજ અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.  જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં છે. જોકે અકસ્માત કયા કારણસર થયો તે અંગે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર જરૂરિયાતથી વધારે સ્પીડ હોવાના પગલે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ છે. 

 અકસ્માતમાં ૩નાં મોત, બે ગંભીર 

સાબરકાંઠા વિજયનગર નજીક આવેલા આતરસુંબા પાસે બે સામે સામે અથડાયા હતાં. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે કે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં પંપ પર પહેલી અકસ્માતની ઘટના બની હોવાથી આસપાસના વિસ્તારના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ 108 મારફતે ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલો ફોરેસ્ટમાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત
 

સમગ્ર ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં છેલ્લા કેટલાક સમયથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. ત્યારે મોટાભાગે બાઈક ઉપર આવનારા યુવાવર્ગ આ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બને છે. 

Last Updated : Dec 22, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details