ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદનો યુવક અંબાજીથી દર્શન કરી પરત ફરતાં અકસ્માતનો ભોગ બન્યો, ઈડર પાસે મૃતદેહ મળ્યો - અકસ્માત મોત

સાબરકાંઠાના ઇડર-ખેડબ્રહ્મા નજીક માથાસુર બ્રિજ નીચે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી અનુસાર અમદાવાદનો યુવક અંબાજી દર્શન કરી પરત ફરતો હતો તે વખતે ગત રાત્રિએ એકટિવાનો અન્ય વાહન સાથે અકસ્માત થવાના પગલે પુલ ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળે છે. પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદનો યુવક અંબાજીથી દર્શન કરી પરત ફરતાં અકસ્માતનો ભોગ બન્યો, ઈડર પાસે મૃતદેહ મળ્યો
અમદાવાદનો યુવક અંબાજીથી દર્શન કરી પરત ફરતાં અકસ્માતનો ભોગ બન્યો, ઈડર પાસે મૃતદેહ મળ્યો
author img

By

Published : Jul 6, 2020, 2:32 PM IST

ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઇડરના માથાસુર નજીક પુલ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતાં યુવક અંબાજી દર્શન કરી પરત અમદાવાદ જતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગત રાત્રિએ પુલ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારી હોય તેમ યુવક પુલ ઉપરથી નીચે પટકાતાં તેનું મોત થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાઈ રહ્યો છે.

in article image
અમદાવાદનો યુવક અંબાજીથી દર્શન કરી પરત ફરતાં અકસ્માતનો ભોગ બન્યો, ઈડર પાસે મૃતદેહ મળ્યો
આ પુલ ઉપરથી અત્યાર સુધીમાં કેટલાય અકસ્માતો થઈ ચૂક્યાં છે તેમ જ ભાદરવી પૂનમ તેમ જ ચૈત્રી પૂનમ દરમિયાન અકસ્માતની વણથંભી વણઝાર યથાવત્ રહે છે. ત્યારે ગતરાત્રિ અમદાવાદથી અંબાજી આવી દર્શન કરી પરત ફરતાં યુવકનું અકસ્માતે મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

જો કે, હાલમાં પોલીસે આ મામલે યુવકના મૃતદેહને કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો છે, તેમજ આ મામલે તપાસ શરૂ કરાઇ છે. જો કે, દિન-પ્રતિદિન વધતાં જતાં અકસ્માતો સામે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયના ઉકેલ માટે ઠોસ પગલાં ક્યારે લેવાશે એ તો આવનારો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details