- કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
- રાષ્ટ્રીય સંત કમલેશ મુનિ દ્વારા 70 હજાર કિલોમીટરની પદયાત્રા સંપૂર્ણ
- ગાય તેમજ વ્યસનમૂકતી માટેનો અનેરો પ્રયાસ
સાબરકાંઠા: ઇડર જૈનાલય ખાતે 70 હજાર કિલોમીટરથી પણ વધુની પદયાત્રા કરી રાષ્ટ્રીય સંત કમલ મુનિ કમલેશ શનિવારે ઇડર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારત દેશ ધર્મ, અહિંસા, શાંતિ અને પર્યાવરણ અંતર્ગત સમગ્ર વિશ્વને રાહ ચીંધી રહ્યું છે. ગાયમાતા એ પૃથ્વીનું વરદાન છે જેથી તેનું જતન અને સંરક્ષણ થવું જરૂરી છે. વ્યસનથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે જેથી વ્યસનથી યુવાવર્ગ સહિત તમામ લોકોએ દૂર રહેવાની જરૂરિયાત છે. આવા 9 જેટલા વિવિધ મુદ્દાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80,000 કિલોમીટર સુધીની પદયાત્રા થઈ રહી છે.