ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોના વાઇરસના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા - વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 8 પર પહોંચતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. રેન્ડમ સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપી શંકાસ્પદ કેસો જલ્દી થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

બનાસકાંઠામાં કોરોના વાઇરસના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા
બનાસકાંઠામાં કોરોના વાઇરસના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા

By

Published : Apr 18, 2020, 3:53 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં પાલનપુર અને વાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 8 કોરોના વાઇરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ પણ વધુને વધુ સતર્કતા દાખવી રહ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા લોકો અને ખાસ કરીને કોરોના હોટસ્પોટ વિસ્તારમાંથી આવેલા લોકોમાં તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો દેખાતા હોય તેવા તમામ લોકોના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે.

આરોગ્ય વિભાગે ડીસા શહેરમાં અનેક લોકો સુરત અને મુંબઇ વિસ્તારમાંથી આવીને રહે છે. તેમાં શંકાસ્પદ કોરોના ના લક્ષણો જણાતા લોકોના રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું.

રાજપુર પ્રાથમિક શાળા ખાતે આવા શંકાસ્પદ લોકોના સેમ્પલ લઈને અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે અને જ્યાં સુધી સેમ્પલનો રિપોર્ટના આવે ત્યાં સુધી તમામ લોકોને કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.આરીતે રોજે રોજ રેન્ડમ સેમ્પલ લઈ વધુને વધુ લોકોને તપાસ વામાં આવશે.

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 267 કોરોના વાઇરસના લક્ષણ વાળા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 238 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, જ્યારે 8 પોઝિટિવ અને 21 કેસ પેન્ડિંગ છે, ત્યારે આગામી સમયમાં સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ કાર્યવાહી હાથ ધરશે.

ABOUT THE AUTHOR

...view details