ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશ વિસર્જન દરમિયાન ડૂબેલા 4 યુવકોના મૃતદેહો મળતા ગામ બન્યું શોકમગ્ન - હિંમતનગર

સાબરકાંઠા: પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં રવિવારે સાંજે ગણેશ મહોત્સવને લઇ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યાં અચાનક ત્રણ યુવાન ડૂબવા લાગ્યા હતા. તેમજ તેનો બચાવ કરવા ગયેલ આધેડ સહિત ચાર ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. જો કે આજે ચારેય યુવકોના મૃતદેહ મળી આવતા ગઢડા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Sabarkantha

By

Published : Sep 10, 2019, 3:23 AM IST

હિંમતનગરના ગઢોડા ગામેથી મોટી સંખ્યામાં પ્રાંતિજના સદોલિયા નજીક સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન માટે લોકો આવ્યા હતાં. જે દરમિયાન ત્રણ યુવાન પાણીમાં ડુબતા એક આધેડ બચાવવા જતાં તે પણ સાથે ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ ફાયર, પોલીસ તેમજ 108 સહિતની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. તંત્ર દ્વારા સાબરમતી નદીમાં શોધખોળ હાથ ધરાઇ હતી.

ગણેશ વિસર્જન દરમિયાન ડૂબેલા 4 યુવકોના મૃતદેહો મળતા ગામમાં શોકની લાગણી

કલાકોની જહેમત બાદ સોમવારે 4 યુવકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો. ચાર મૃતકોમાં ગાંડાભાઈ રાવળ, સંજયભાઈ, સૂરજ પટેલ, અજય રાવળ સહિત તમામ મૃતકો ગઢોડામાં ખેતીકામ કરતા હતા. જો કે ગામમાં એકસાથે ચાર મૃતકોની અર્થી ઉઠતા સમગ્ર ગામ હિબકે ચડયું હતું.

ABOUT THE AUTHOR

...view details