રાજકોટઃ જિલ્લાના આટકોટ પાસે આવેલા જુના પીપળીયા ગામમાં બાબુભાઈ ત્રાપસીયાની ખેતી વાવતા આદિવાસી રાજુભાઈએ વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત થયું હતું. ઘર કંકાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું આટકોટ પોલીસે જણાવ્યું હતું.
આટકોટના જુનાપીપળીયા ગામે વાડીએ આદિવાસી યુવાને ઝેરી દવા પી લેતા મોતને ભેટ્યો
આટકોટ પાસે આવેલ જુના પીપળીયા ગામે બાબુભાઈ ત્રાપસીયાની ખેતી વાવતા આદિવાસી રાજુભાઈ ભરતભાઈ ભુરિયાએ વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત થયું હતું. ઘર કંકાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું આટકોટ પોલીસે જણાવ્યું હતું.
આટકોટ પાસે જુનાપીપળીયા ગામે વાડીએ આદિવાસી યુવાને ઝેરી દવા પી લેતા મોતને ભેટ્યો
આટકોટ પોલીસ જમાદાર પુનાભાઈ જાડા અને દિલીપભાઈ દ્વારા આ યુવાનને માનવતાની રુહે જેમની પાસે કફનના પણ પૈસા ન હોવાથી આટકોટ પોલીસ દ્વારા કફન લઇ આપ્યું હતું. જેમના મૃતદેહને મધ્યપ્રદેશ માટે રવાના કરવામાં આવ્યો હતો. ખરેખર પોલીસ પણ પ્રજાનો મિત્ર હોય છે. આવા સમયે પણ લોકોને કામ આવે છે. ત્યારે જમાદાર અને પોલીસ અન્ય સેવાભાવી દ્વારા જેમને મધ્યપ્રદેશ સુધી પહોંચાડવાની મદદ કરી કોન્સ્ટેબલે સેવાભાવીનું કામ કર્યું હતું