ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરમાં આર્થિક સંકડામણના કારણે યુવકે કરી આત્મહત્યા - In Yoginagar, a youth committed suicide by jumping into a tank

લોકડાઉન બાદ આર્થિક સંકડામણને લઈને મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના સોની યુવાને પોતાના ઘરમાં પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Young man commits suicide
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આર્થિક સંકડામણના કારણે યુવકે કરી આત્મહત્યા

By

Published : Oct 11, 2020, 3:13 PM IST

રાજકોટઃ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેથી દેશમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આર્થિક સંકડામણને કારણે જિલ્લાના જેતપુરના સોની યુવાને પોતાના ઘરમાં ભૂગર્ભ પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

જેતપુરના યોગીનગરમાં રહેતા અને સોનીનું કામ કરતાં સુરેશભાઈ ધગડાએ આર્થિક સંકડામણને લઈને આત્મહત્યા કરી લીધી હતી. સુરેશભાઈએ પોતાના ઘરે ફળિયામાં રહેલા ભૂગર્ભ ટાંકામાં જ આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળતી વિગત મુજબ પરિવાર ઘણા સમયથી આર્થિક સંકડામણ ભોગવી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details