રંગીલા રાજકોટમાં બુટલેગરો સાથે હવે જુગરીઓ પણ બેફામ થયા હોવની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં પોલીસનો કોઈ ડર ન હોય એમ જુગારીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ રહ્યા છે. શહેરની ભક્તિનગર પોલીસે ચાર ઇસમોને જાહેરમાં વર્લીફીચરના આંકડા લખાવીને જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે.
રાજકોટમાં મહીલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ, 4 જુગારી ઝડપાયા - betting bustle
રાજકોટઃ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર મેઈન રોડ પર જાહેરમાં ચાર ઈસમો વર્લીફીચરનો જુગાર રમતા ઝડપાયા છે. જો કે, આ જુગાર રમાડતી મહિલા હાલ પોલીસના સંકજામાંથી ફરાર છે.
ચાર જુગારી ઝડપાયા
આ જુગારીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેઓ એક મહિલાને આ આંકડા લખાવતા હતા. આમ રાજકોટ શહેરમાં મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ ચાર ઇસમનોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જુગારધામની મહિલા જીન્નત સીદીકિભાઈ માણેક હજુ ફરાર છે.