આગામી 30મેના રોજ ક્રિકેટ વર્લ્ડકપ રમવામાં આવશે. જેને લઈને સોમવારના રોજ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. આ ભારતીય ટીમમાં જામનગરના રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. જેન લઈને રવિન્દ્રની પત્ની રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રવીન્દ્ર તરફથી તેમને પોતાના મેરેજ એનિવર્સરીની બેસ્ટ ગિફ્ટ મળી છે. રવીનું વર્લ્ડકંપની ટીમમાં સિલેક્શન થવું એ એક ગર્વની બાબત છે. જ્યારે રવીન્દ્રની બહેન નયનાબાએ જણાવ્યું હતું કે, રવીનું વર્લ્ડકપ માટેની ટીમમાં સિલેક્શન થવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ ભાઈ દેશને વર્લ્ડકપ અપાવે તેવી આશા છે.
રવિન્દ્ર મુદ્દે પત્ની અને બહેનની લાગણી એક સરખી - nyna baa jadeja
રાજકોટ: આગામી 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનાર વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગરના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી કરાઈ છે. ત્યારે આ અંગે રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા અને તેની બહેન નયનબાએ ખુશી વ્યક્ત કરી હતી.
ડિઝાઇન ફોટો
ઉલ્લેખનીય છે કે, રવીન્દ્ર જાડેજાના પત્ની હાલ ભાજપમાં છે. તેમજ રવીન્દ્રના બહેન અને તેના પિતા બંન્ને રવિવારના કોંગ્રેસમાં જોડાયા છે.