મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જેને લઈને વોર્ડ નં-4ની મહિલાઓ મહાનગર પાલિકા ખાતે પહોંચી હતી. તેમણે મનપા કમિશ્નરને જણાવ્યું હતું કે, રાજકોટના અન્ય લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓ અમને પણ આપો. આ સાથે જ મહિલા પ્રદર્શન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે મનપા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
કોઈ મરી જાય તો પણ નાહવા માટે પાણી મળતું નથી, રાજકોટવાસીઓને હાલાકી - Bhavesh Sondrava
રાજકોટ: શહેરમાં આવેલા મોરબી રોડ પરના મફતિયાપરા વિસ્તારમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી પહોંચી ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સાથે મોટી સંખ્યામાં મહિલાઓ મહાનગર પાલિકા ખાતે દોડી આવી હતી. સાથે જ કોર્પોરેશન બહાર મહિલાઓએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો.
કોઈ મરી જાય તો પણ અમને નાહવા માટે પાણી મળતું નથી, રાજકોટની પરિસ્થિતિ
આ ઉપરાંત, સ્થાનિકો વેરો ભરવા માટે તૈયાર હોવા છતા મનપા દ્વારા તેમની પાસેથી વેરો લેવામાં આવતો નથી. સાથે જ કોઈ મરી જાય તો પણ નાહવા માટે પાણી મળતું નથી જેવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.