ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કન્યાશાળામાં વિદ્યાર્થિનીઓને મજૂરી કરાવી

રાજકોટમાં કોઠારિયામાં કન્યા શાળા (Girls school Kotharia Rajkot )વિદ્યાર્થિનીઓને મજૂરી કરાવાઇ (Rajkot Viral Video ) હતી. શાળામાં ભણવાના હેતુથી આવતી વિદ્યાર્થિનીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા ઇટો અને પથ્થરો ઉપડાવવાનું કામ (video of students slavery )કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં તપાસના આદેશ (Explanation sought from school principal )છૂટ્યાં હતાં.

By

Published : Jan 7, 2023, 4:18 PM IST

Updated : Jan 7, 2023, 9:29 PM IST

રાજકોટમાં કોઠારિયામાં કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓને મજૂરી કરાવી
રાજકોટમાં કોઠારિયામાં કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓને મજૂરી કરાવી

રાજકોટમાં કન્યાશાળામાં વિદ્યાર્થિનીઓને મજૂરી કરાવી

રાજકોટરાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલી નારાયણનગરની કન્યા શાળા (Girls school Kotharia Rajkot )ની વિદ્યાર્થિનીઓને ઈટ અને પથ્થર ઉપડાવ્યા (video of students slavery )હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Rajkot Viral Video ) થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ ઇટ અને પથ્થર ઉપાડીને બાળમજૂરી કરી રહ્યા છે. જ્યારે આ મામલો સામે આવતા શાળા પ્રશાસન પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વીડિયોને પગલે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવતા વાલીઓ પણ શાળા ખાતે દોડી ગયા હતાં.તંત્રે શાળાના આચાર્ય પાસેથી ખુલાસો માંગ્યો (Explanation sought from school principal ) છે.

આ પણ વાંચો વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

શિક્ષકો ઉભા ઉભા બાળકો પાસે કરાવી રહ્યા છે મજૂરી જ્યારે વાયરલ થયેલા વીડિયોમાં (Rajkot Viral Video ) સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કન્યા શાળામાં (Girls school Kotharia Rajkot ) શિક્ષકો ઈટ અને પથ્થરો પાસે ઊભા છે અને વિદ્યાર્થિનીઓને હાથમાં ઈટો આપી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થિનીઓ એક તરફથી ઈટ લઈને બીજી તરફ રાખી રહી છે. આ સાથે જ શિક્ષકો વિદ્યાર્થિનીઓ પાસે આ પ્રકારની મજૂરી (video of students slavery )કરાવતા હોવાનું સ્પષ્ટપણે વીડિયોમાં દેખાઈ રહ્યું છે. શાળાની અંદર બાંધકામનું કામ શરૂ હોય ત્યારે શાળાના શિક્ષકો દ્વારા આ પ્રકારે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવી રહી છે. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ રાખશો રાજકોટ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું.

આ પણ વાંચો રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવાતી હોવાનો વીડિયો વાઈરલ

જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશતપાસના આદેશ આપવામાં આવ્યા રાજકોટમાં સરકારી કન્યા શાળા ( Government Girls School in Rajkot )માં વિદ્યાર્થિનીઓ પાસે મજૂરી કરાવવાની ઘટના (video of students slavery )સામે આવ્યા બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક આ મામલે પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે શાળામાં (Girls school Kotharia Rajkot ) તપાસ અધિકારીને મોકલવામાં આવ્યા છે. જ્યારે આ મામલે શાળાના આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર ઘટના અંગે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વિદ્યાર્થિનીઓ પાસે મજૂરી કરાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Rajkot Viral Video ) થયા બાદ સમગ્ર ઘટના ચર્ચામાં આવી હતી.

Last Updated : Jan 7, 2023, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details