રાજકોટ : જિલ્લામાં હાલ એક વીડિયો વાઈરલ થયો છે. કોવિડ-19ના દર્દીઓએ આ વીડિયો વાઈરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં દર્દીઓને જે જગ્યાએ સારવાર માટે રાખવામાં આવ્યા છે તે જગ્યા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા વોર્ડ નંબર 11નો છે.
રાજકોટમાં કોરોનાના દર્દીઓને ગંદકી વચ્ચે રાખતા હોવાનો વીડિયો વાઈરલ - કોરોનાના લક્ષણ
જિલ્લામાં હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ગંદકીઓ વચ્ચે રહેતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
આ સમગ્ર વીડિયોમાં કોરોનાના દર્દીઓને રાખવામાં આવેલા વોર્ડમાં બેડ તુટેલી અને ગંદી હાલતમાં છે. જ્યારે વોર્ડના બાથરૂમ અને ટોઇલેટ પણ ખૂબ જ બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે. વીડિયોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દર્દીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેઓ કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા હોવાના કારણે તેમને આઇશોલેશન વોર્ડમાંથી સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 11માં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કોરોના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારના વીડિયો બહાર આવતા હોસ્પિટલ તંત્ર પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.