રાજકોટ: કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત પણ છે. આપને જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરેલો છે. આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે. રાજકારણમાં તેમને 30 વર્ષનો અનુભવ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવે છે. તેમનુ કહેવું છે કે તેમની રાજકીય કારકિર્દી જોઈને જ કોંગ્રેસ દ્વારા તેમને મહત્વના કાર્યો સોંપવામાં આવે છે. છેલ્લે તેમણે ધોરાજી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી.
રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીત વસોયાની વરણી લલિત વસોયાની સંપત્તિ: લલિત વસોયાની સંપતિની વાત કરીએ તો વર્ષ 2017માં રાજકોટની ધોરાજી બેઠક પરથી નોંધાવેલી ઉમેદવારી દરમિયાન આપેલા સોગંદનામા અનુસાર તેમની સંપતિ કુલ 1,99,490 છે. જેમાં હાથ પરની રોકડ રૂ. 1 લાખ છે. આ સિવાય તેમની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો રૂ. 18,382 છે. મ્યૂચ્લ ફંડ અને બેન્ચરમાં રોકાણ રૂ. 19,400 છે. આ સિવાય તેમની પાસે રૂ. 50000 કિંમતનુ 2 તોલા સોનુ છે. તેમની સ્થાવર મિલકતો પર નજર કરીએ તો તેમની પાસે કુલ રૂ. 1 કરોડ 60 લાખની સ્થાવર મિલકત છે. જેમાં જમીન, મકાન અને વારસામાં મળેલ જમીનનો સમાવેશ થાય છે.
રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીત વસોયાની વરણી લલિત વસોયાના પત્નીની સંપત્તિ:વસોયાના પત્નીની સંપત્તિની વાત કરવામાં આવે તો સોગંદનામામાં જણાવ્યા અનુસાર તેમની પત્ની પાસે કુલ રૂ. 54,47,72ની જંગમ સંપત્તિ છે. જેમાં રૂ. 1,05,000 હાથ પરની રોકડનો સમાવેશ થાય છે. આ સાથે જ રૂ. 1,70,171ની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો સામેલ છે. આ સિવાય રૂ. 19600ના ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોનો પણ સમાવેશ જંગમ સંપત્તિમાં થાય છે. લલિત વસોયાના પત્ની પાસે કુલ રૂ. 250000ની કિંમતનુ 8 તોલા સોનું પણ છે. આ સાથે જ તેમની પત્ની પાસે કુલ રૂ. 6500000ની કિંમતની સ્થાવર સંપત્તિ પણ સામેલ છે.
રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીત વસોયાની વરણી એફિડેવિટ સાથે છેડછાડ: થોડા દિવસો પહેલા વસોયાના નામનું નકલી સોગંદનામુ વાયરલ થયુ હતું. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા (મસાલા)ની વાત હોવાનુ જોવા મળ્યું હતું. તેમાં લખ્યું હતું કે, “હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું સરકાર પાસે 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયા કરાવીને પછી જ બીજુ કામ કરીશ. લલિત વસોયાએ આ બાબતે સ્પષ્ટતા આપતા કહ્યું કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ ચેડાં કરેલા છે. ભાજપના ટીખળખોર લોકોએ આ કામ કર્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે. મારો પગાર લોકો માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી વાયરલ કર્યુ છે. વસોયાએ કહ્યું કે, મારા હિત વિરોધી લોકોએ ખોટી એફિડેવિટ વાયરલ કરી. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરી હતી. ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરી હતી. મહત્વનું છે કે, પોસ્ટમાં MLA બનતા માવાના ભાવ રૂ. 5 કરવાનો ઉલ્લેખ હતો.
રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીત વસોયાની વરણી હાર્દિક પટેલની કરી ટીકા: લલિત વસોયાને હાર્દિક પટેલ ગ્રૂપના માનવામાં આવે છે. જેથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, ત્યારે ચર્ચા ચાલી હતી કે, લલિત વસોયા પણ આવું જ કરી શકે છે. જોકે, આવા સવાલ પર લલિત વસોયાએ આ તમામ વાતો નકારતા જણાવ્યું કે, ‘આવું કાંઇ નથી, હું કોઇપણ કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ નથી થઇ રહ્યો.’ મને કોઇ જાણી જોઇને બદનામ કરવા માટે આવા સ્ક્રીન શોટ ફરતા કરી રહ્યાં છે. જો આમાંથી એકપણ વાતની ખરાઇ કરી બતાવે તો હું સોગંદ ખાઇને કહું છું કે, હું ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દઉં. આ મને બદનામ કરવા માટેની અફવા જ છે.’જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તો લલિત વસોયા પણ કોંગ્રેસને અલવિદા કહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ મુદ્દે તેમણે કહ્યું કે હાર્દિકની નજીકના હોવાથી આવી અફવા ઉડે છે, તેના જવાબમાં લલિત વસોયાએ જણાવ્યું કે, ‘કોંગ્રેસનો કોઇપણ પાટીદાર માણસ હાર્દિક પટેલની સાથે જવાનું વિચારી પણ ન શકે. તે ભાજપમાં જોડાયા તે બાદ તેની પહેલી ટીકા અમે કરી હતી. જો ઉદાહરણ તરીકે જ માત્ર કહું છું કે, હું મહિના પછી પણ ભાજપમાં જોડાવ તો પણ હાર્દિક અમારો ગોડ ફાધર નથી.’
હાર્દિક ભાજપમાં જોડાયા તે બાદ તેની પહેલી ટીકા મે કરી હતી કોંગ્રેસ છોડવા વિશે શું કહ્યું: લલિત વસોયાએ વધુમાં જણાવ્યુ હતું કે, ‘જો મારે કોંગ્રેસ છોડવી હશે તો હું મહિના પહેલા જ બધાને ફોન કરીને કહી દઇશ કે, હું કોંગ્રેસ છોડવાનો છું અને એ પાછળના આ કારણો છે. હાલ મારું કોંગ્રેસ છોડવાનું કોઇ કારણ જ નથી. મારી વ્યક્તિગત કે રાજકીય રીતે કોંગ્રેસ અથવા તો ભાજપના કોઇપણ વ્યક્તિ સાથે કોઇ દુશ્માનાવટ નથી. મારે કોંગ્રેસમાંથી જવું હશે તો હું કોંગ્રેસ ભવનમાં જઇને પહેલા જ કહી દઇશ તેવું જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ: હાલ તો રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીત વસોયાનું નામ જાહેર કર્યુ છે, ત્યારે આ મામલે કાર્યકરોમાં અને આગેવાનોમાં કેવો માહોલ છે, તે આવતા દિવસોમાં ખ્યાલ આવશે. પરંતુ લલીત વસોયા એક લડાયક નેતા તરીકે જાણીતા છે અને લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરીયાતો માટે કાયમી પોતાનો અવાજ ઉઠાવતા હોવાની બાબતથી સૌ કોઈ જાણકાર છે.
- કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક, જુઓ યાદી
- વર્ષોથી પક્ષને વફાદાર રહેલા આ કોંગી નેતાને મળ્યું પ્રમોશન, સોંપાયું ખેડા જીલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદ