ગોંડલના મહાદેવ વાડીમાં રહેતા અને દાયકાઓથી સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા સ્વર્ગસ્થ મહેશભાઈ ભોજાણી ના સંતાનો પણ સમાચાર ક્ષેત્રમાં જોડાયેલા છે. ગતરાત્રિના રિપોર્ટર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે અલ્પેશ આચાર્ય, ભૂષણ, વિક્રમ પરમાર, તેમજ પ્રતીક ચૌહાણ નામના શખ્સો નશામાં દેવાંગ ભોજાણીના પત્ની કાજલબેન સાથે ગેરવર્તણૂક કરી હતી.બાદમાં દેવાંગના ભાભી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન મિલનભાઈ ભોજાણીના ઘરે છ જઇ લુખ્ખા ગીરી કરી ગેરવર્તણૂક કર્યું હતું.
ગોંડલમાં અજાણ્યા શખ્સોએ પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો - રાજકોટ
રાજકોટ: ગોંડલમાં ચાર દાયકાથી ખબરપત્રીનું કામ કરતા ભોજાણી પરિવારના ઘરે ચાર શખ્સોએ પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીઓએ ન્યૂઝ ઓફિસમાં રોકડ રકમ રૂપિયા 3000 અને 2 પેન ડ્રાઈવની લૂંટ કરી તોડફોડ કરી હતી.જે બાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ગોંડલમાં અજાણ્યા શખ્સોએ પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો
જે બાદ આ આરોપાીઓ પેલેસ રોડ પર આવેલા ભોજાણી ન્યુઝ એજન્સી જયેશભાઈ ભોજાણીની ઓફિસમાં રોકડ રકમની લૂંટ અને તોડફોડ કરી હતી.આ સમગ્ર મામલાની જાણ પોલીસ મથક કરવામાં આવી હતી.પોલીસે ત્રણ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર અલ્પેશ આચાર્યએ જુગાર રમતા ઝડપાતા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેનો ખાર રાખી ભોજાણી પરિવાર પર હુમલો થયાનું ભોજાણી બંધુઓએ જણાવ્યું હતું.