- જોષી બાપા 6 વર્ષથી ચલાવે છે વૃદ્ધાશ્રમ
- શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમમાં રહે છે 102 વૃધ્ધો
- ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવી દિવાળીની કરી ઉજવણી
શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમના જોષી બાપાએ દિવાળીની કરી અનોખી ઉજવણી, વૃદ્ધોને કરાવી યાત્રા - રાજકોટમાં દિવાળીની ઉજવણી
રાજકોટ જિલ્લાના જેતપુર અને પીઠડીયાની વચ્ચે આવેલા શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમમાં દિવાળી પર વૃદ્ધાશ્રમના સંચાલક જોષી બાપા વૃદ્ધોને યાત્રા કરાવીને દિવાળી પર્વની ઉજવણી કરાવે છે. આ વર્ષે વૃધ્ધોને જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં લઈ જશે.
શ્રી હરિ ઓમ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને દિવાળી પર યાત્રા કરાવી ઉજવણી
રાજકોટઃ સમાજ અને પરિવારની ઠોકરો ખાઈને જીવનના અંતિમ ચરણમાં વૃદ્ધાશ્રમના આંગણે પહોંચેલા વૃધ્ધો સાથે અનેક લોકો દીપોત્સવી તહેવાર ઉજવવા આવતા હોય છે. આવા લોકો વૃધ્ધોના જીવનદીપમાં દિવેલનું કામ કરી રહ્યા છે, ત્યારે જેતપુર અને પીઠડીયાની વચ્ચે આવેલા શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમમાં દર દિવાળી પર વૃદ્ધોને યાત્રા કરાવીને દિવાણી ઉજવવામાં આવે છે. આ હરિઓમ વૃદ્ધાશ્રમમાં 102 જેટલા વૃધ્ધો રહે છે.