ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2020, 1:43 PM IST

ETV Bharat / state

રાજકોટમાં વધુ બે કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા, હાલ 7 સારવાર હેઠળ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટ માટે સારા સમાચાર છે. કોરોનાગ્રસ્ત બે દર્દીઓને રજા આપવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Rajkot News, CoronaVirus News
રાજકોટમાં વધુ બે કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ: “કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે, પરંતુ હવે ઘરે જવુ નથી ગમતું અને જો મને પરવાનગી આપવામાં આવે તો મારે અહીં અન્ય દર્દીઓની સારવારમાં મારાથી બનતી સેવા આપવી છે. આ 13 દીવસમાં અહીં જે સારવાર આપવામાં આવી છે એ માટે હું સમગ્ર હોસ્પીટલ સ્ટાફનો આભાર માનુ છું. કોરોનાનો મને ભય હતો અને ભગવાન અને ડોક્ટર પર મારો ભરોસો પણ હતો તેમાં બા બા કરતો અહીનો સ્ટાફ જાણે મારો પરીવાર બની ગયો છે.” આ શબ્દો છે વિમળાબેન હર્ષદભાઇ કાનાબારના, તેમને તથા તેમના પુત્ર કૌશલભાઇને કોરોના પોઝિટિવ આવતાં 13 દીવસ પહેલા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વિમળાબેનને તો ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ પણ ખરી અને ઉંમર પણ ૭૫ જેવી તેને રીકવરી આવવી અને તે પણ આટલી ઝડપથી તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા થયેલો ચમત્કાર જ ગણાવે છે. ડો. આરતી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળની આજ ફરજ પરની ડોકટર્સની ટીમે રવિવારે વિમળાબેનને હોસ્પિટલમાંથી અપાયેલી રજાને યાદગાર બનાવી દીધી હતી.

રાજકોટમાં વધુ બે કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રવિવારે ફરજ પરના ડોકટર્સ ટીમે આઇસોલેશન વોર્ડની બહાર બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇને વિદાય આપતાં વાતાવરણ ભાવુક બની ગયું હતું.

જેમાં મીડિયા સાથે વાત કરતા તેમણે આ ડોક્ટર્સની ટીમને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે, સરકારી હોસ્પિટલ માટેનો મારો ખ્યાલ બદલાઇ ગયો છે. નાની મોટી કોઇપણ તકલીફ માટે આખી જિંદગી પ્રાઇવેટ હોસ્પિટલમાં દોડી જતાં પણ આવા ડોક્ટર્સ અને આટલી સુવિધાઓ તો કોઇ મોટી હોસ્પિટલમાં પણ ના મળે વિદેશમાં પણ આવી સરકારી હોસ્પિટલ નહીં હોય. વિમળાબેનનાં પુત્ર કૌશલભાઇ પણ સાથે જ સારા અને ફીટ થઇ ગયેલા હોવાથી બન્નેને સાથે જ રજા આપવામાં આવી હતી.

તેમણે માહિતી ખાતાના પ્રતિનિધી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અહીં વિશ્વની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. અહીંની ચોખ્ખાઇ અને સ્ટાફ્ની ડીસીપ્લીન સરાહનીય છે. સ્વીપ થી લઇને ડોકટર સુધીના તમામ પોતાની ફરજ ખુબજ શ્રેષ્ઠ રીતે બજાવે છે આ માટે તેમણે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેઓને તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારના સભ્યો જેઓ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા ત્રીમંદીર ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવેલા છે, ત્યાં જવાની વાત કરતાં સરકારી એમ્બ્યુલન્સમાં રાજકોટ આરોગ્ય અધિકારી ડો. નિશીતા સૌમૈયાના વડપણ હેઠળ ત્યાં પહોચાડવામાં આવેલા હતા. જ્યાં તેઓને પણ અલાયદો રુમ ફાળવી આપવામાં આવેલો છે. તેમનો પરીવાર લાંબા સમય પછી મળતા સહુ કોઇએ આનંદની લાગણી પ્રગટ કરી છે.

આ ઉપરાંત રવિવારે વધુ બે દર્દીઓને રજા અલવામાં આવતા રાજકોટમાં કોરોનાના કુલ હવે 7 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details