ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ: પાણીના ખાડામાં બે બાળકો ડૂબ્યા, એકનું મોત, એકનો બચાવ - The children drowned in the water

રાજકોટના ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બે બાળકો પાણીના ખાડામાં પડી જતા એકનું મોત થયું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.

ગોંડલના પાટ ખીલોરી ગામે પાણીના ખાડા પાસે પગ લપસી જતાં બે બાળકો પાણીમાં ડૂબ્યા
ગોંડલ: પાણીના ખાડામાં બે બાળકો ડૂબ્યા, એકનું મોત, એકનો બચાવ

By

Published : Sep 10, 2020, 6:45 PM IST

રાજકોટઃ ગોંડલ તાલુકામાં પરપ્રાંતિય મજૂરો ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હોય છે, ત્યારે તાલુકાના પાટખીલોરી ગામે ધીરુભાઈ ખાતરાની વાડીએ રમેશ રાવત અને રમેશ બામણાનો શ્રમિક પરિવાર ખેત મજૂરી કરીને રહે છે.

બપોરના સુમારે રાહુલ રમેશ રાવત અને જ્યોતિ રમેશ બામણા નામના બે બાળકો પાણી ભરેલા ખાડામાં લપસી પડતા બૂમાબૂમ કરી હતી. જેની જાણ નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતને થતા તેઓએ તરત જ પાણીમાં ઝંપલાવી બાળકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન રાહુલનું મોત થયું હતું જ્યારે જ્યોતિનો બચાવ થયો હતો.

ગોંડલ: પાણીના ખાડામાં બે બાળકો ડૂબ્યા, એકનું મોત, એકનો બચાવ

આ બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ગ્રામજનોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બાળકો શૌચક્રિયા બાદ હાથ ધોવા પાણીના ખાડા પાસે પહોંચ્યા હતા ત્યારે પગ લપસી જતાં આ દુર્ઘટના બની હતી.

ABOUT THE AUTHOR

...view details