- રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
- યામીથી લોકો પણ પ્રભાવિત થયા
- આવર્ત કોષ્ટકના 42 તત્વોને માત્ર 3 મિનિટ અને 33 સેકન્ડમાં ઓળખી બતાવ્યા
રાજકોટ:શહેરની અઢી વર્ષની યામી સુરતીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે નાની વયમાં વિવિધ કલર, બારાક્ષરી, આલ્ફાબેટ, સંગીત, વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ સહિતની વસ્તુઓ સેંકડોમાં ઓળખી બતાવે છે. જોકે હજુ યામી બરોબર બોલતાં પણ શીખી નથી ત્યારે આ તમામ વસ્તુઓ તે ઓળખી બતાવતા લોકો પણ તેનાથી પ્રભાવિત થયા છે. યામીને 17 નવેમ્બર 2020ના દિવસે તે જ્યારે 1 વર્ષ અને 7 મહિનાની હતી. તે દરમિયાન આવર્ત કોષ્ટકના 42 તત્વોને તેણે માત્ર 3 મીનીટ 30 સેકન્ડમાં જ ઓળખી બતાવ્યા હતા. જેને લઇને તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે સૌથી યંગેસ્ટ તરીકે નોંધાયેલું છે.
રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, પ્રતિભાનો પટારો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
યામી કલ્પેશભાઈ સુરતીને 17 નવેમ્બર 2020ના દિવસે એટલે કે તે જ્યારે 1 વર્ષ, 7 મહિના અને 19 દિવસની હતી, ત્યારે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સ્થાન તેને આવર્ત કોષ્ટકના 42 તત્વોને માત્ર 3 મિનિટ અને 33 સેકન્ડમાં ઓળખી બતાવ્યા હતા. જેને લઇને તેને આ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બે વર્ષ કરતાં પણ નાની ઉંમરમાં આવર્ત કોષ્ટકના વિષયમાં યામી સૌથી ઓછા સમયમાં 42 તત્વોને ઓળખનારા ભારતીય યંગેસ્ટ વ્યક્તિ છે. જ્યારે અવર્ત કોષ્ટકમાં કુલ 118 તત્વો છે. જેમાંથી યામીએ ખૂબ જ ઓછા સમયમાં 42 તત્વોને ઓળખી બતાવ્યા છે. જેના માટે યામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજાને પણ પ્રેરણા મળે અને બાળપણના સંભારણા સચવાય તે માટે યામીના પિતા કલ્પેશભાઈ દ્વારા યાનીના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.
રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, પ્રતિભાનો પટારો આ પણ વાંચો:'બાળ આર્યભટ્ટ' વિરાટ : શીખવાની જિજ્ઞાસાએ બનાવ્યો જીનિયસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
હાલમાં યામી સુરતીનું ઉંમર માત્ર 2 વર્ષ 5 મહીના
હાલમાં યામીની ઉંમર 2 વર્ષ અને 5 મહિનાની છે. જ્યારે આટલી નાની ઉંમરમાં નોર્મલ બાળક સરખું બોલતા પણ શીખતા નથી એવામાં યામી પણ લોકોને શરમાવે એવી બુદ્ધિ અને સમજણ શક્તિ ધરાવે છેમ હાલમાં યામી વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, અવકાશ મંડળના તમામ ગ્રહો, ગુજરાતી બારક્ષડી, આલ્ફાબેટ, મ્યુઝિક,ભારતના વિવિધ રાજ્યોના નકશાઓ કોઈપણ જાતના પ્રેશર વગર ઓળખી બતાવે છે. જે જોઇને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે યામીને માતા પિતા પણ તેનું આ તમામ બાબતોનું ઝીણવટ ભર્યું ધ્યાન રાખે છે જેના થકી યામી આ તમામ બાબતોને ઓળખી શકે છે.
રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, પ્રતિભાનો પટારો યામી ગર્ભ સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ: માતા
યામીની માતા અલ્પાબેન સુરતીએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન અનુકરણ કરેલા તમામ પાસાઓ યામીમાં જ્ન્મતાની સાથે જ દેખાવા લાગ્યા છે. જ્યારે બીજા કરતાં યામી હાલ ખુબ જ અલગ પ્રકારની જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ માતા અલ્પાબેન દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન તેમને આપવામાં આવેલા સંસ્કાર છે તેવું તે માની રહ્યા છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવેલા સંસ્કારો બાળકમાં ચોક્કસપણે અવતરે છે. હાલ યામી સુરતી તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.
રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, પ્રતિભાનો પટારો આ પણ વાંચો:India Book Of Record: પાલનપુરના યુવકને સ્થાન મળ્યું
યામીના પિતા કોમ્પ્યુટર સોફ્ટવેરના વ્યવસાય સાથે જોડાયેલા
અઢી વર્ષની યામીના પિતા હાલ કોમ્પ્યુટર હાર્ડવેર સાથેના વ્યવસાયમાં જોડાયેલા છે, ત્યારે યામી પિતા પાસેથી HTML કોડિંગ, કોમ્યુટર સર્કિટ, હાર્ડવેરની વસ્તુઓ, બેટરી, જેવી અનેક બાબતો કોઈપણ જાતના પ્રેસર વગર ઓળખી જાય છે. યામી હજુ માત્ર અઢી વર્ષની છે, ત્યારે પિતા કલ્પેશભાઈ જણાવ્યું હતું કે, કોઈ ઓન બાળકને રમત-ગમત સાથે આ બધી બાબતોનું જ્ઞાન આપવામાં આવે તો ભવિષ્યમાં તેને આ બાબતો ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે અમે યામીને દરરોજ રમતા રમતા આ બધી બાબતોનું જ્ઞાન આપીએ છીએ.