જકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમંત જન્મ મહોત્સવની ભાવભર ઉજવણી રાજકોટઃ નવા વર્ષ 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષને લોકો વિવિધ પ્રકારે આવકારી રહ્યા છે. ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમંત જન્મ મહોત્સવની ભાવભર ઉજવણી (rajkot Hanuman Janmotsav celebration) કરવામાં આવી હતી. 70 હજારથી પણ વધુ લોકોએ મહોત્સવમાં હાજર રહીને નવા વર્ષને આવકાર્યું હતું. (Thirty First december Celebration In Rajkot)
હનુમંત જન્મ મહોત્સવની ઉજવણી: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હનુમાન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે હનુમંત જન્મ મહોત્સવની ભાવભર ઉજવણી કરવામાં આવી હતી. કથાના પાંચમા દિવસે 70 હજારથી પણ વધુ લોકોએ (70 thousand people welcomed the New Year in rajkot) કથામાં હાજરી આપી હનુમાનજી મહારાજનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. એક તરફ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી ઠેર ઠેર 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી હતી. જ્યારે બીજી તરફ હજારો લોકોએ એકઠા થઈ હનુમંત જન્મ મહોત્સવમાં ભાગ લઇ 31મી ડિસેમ્બરની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:રાજાધિરાજના દર્શન કરી નવા વર્ષને વધાવવા આવનાર ભાવિકોની સગવડ માટે ડાકોર સજ્જ
બાળકો જોવા મળ્યા હનુમાનજીના વેશમાં:હનુમાન મહોત્સવ દરમિયાન અનેક લોકો પોતાના બાળકોમાં વીર હનુમાન જેવા ગુણો વિદ્યમાન થાય તે માટે પોતાના બાળકોને હનુમાનજી મહારાજ જેવા પોશાક પહેરાવી કથા સ્થળે લાવ્યા હતા. આ તકે અનેક સંપ્રદાયના સંતો મહંતોએ હાજરી આપી હતી. તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રામકૃષ્ણ આશ્રમના સંતો તેમજ રાજકોટના મેયર પ્રદીપ ડવ તથા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તેમજ ઉધોગપતિઓ મહેમાનો હાજર રહ્યા હતા.
51 કિલોની ગદા આકારની કેક દાદાને ધરાવવામાં આવી 51 કિલોગ્રામની કેક: હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની ગદા આકારની કેક દાદાને ધરાવવામાં આવી હતી અને સાથે 108 કિલો પુષ્પની વર્ષા હનુમંત દાદા, તેમજ સંતો અને ભક્તો પર કરવામાં આવી હતી. દાદાને ભવ્યાતિભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ આજના દિવસે 51 કિલો ચોકલેટ પણ દાદાને ધરાવવામાં આવી હતી.
આ પણ વાંચો:Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ
દાદાના નામથી થર્ટી ફર્સ્ટ: કથા વક્તા હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આજનો આપણો યુવાન ખોટા રસ્તે ચડી થર્ટી ફર્સ્ટ ઊજવતો હોય છે. ત્યારે રંગીલા રાજકોટે સાબિત કરી બતાવ્યું છે કે, આપણા સંસ્કાર, આપણી પરંપરા આ છે. આજે રાજકોટમાં દાદાના નામથી થર્ટી ફર્સ્ટ ઊજવાય છે. 2023નું વર્ષ પણ દાદાના નામથી આધ્યાત્મિક રીતે શરૂ કર્યું છે. રેસકોસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આજે લોકો ઊમટી પડ્યા હતા. ઈતિહાસમાં પ્રથમ વખત યુવાનોએ 31મી ડિસેમ્બરની અનોખી ઉજવણી કરી હતી. જ્યારે પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહેલા લોકોને એક સારો સંદેશો પાઠવી ભારતીય સંસ્કૃતિને વળગી રહેવા માટે અપીલ પણ હરિપ્રસાદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.