- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી કાળા તલની ચોરી
- આરોપીઓ CCTV કેમેરામાં થયા કેદ
- આરોપીઓ નંબર પ્લેટ વિનાની ઇકો કારમાં આવ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્રના અગ્રતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ગામોમાંથી ખેડૂતો પોતાની જણસીઓ વેચવા આવે છે, ત્યારે રવિવારે રાત્રીના સમયે નંબર પ્લેટ વિનાની ઇકો કારમાં આવેલા 2 શખ્સોએ સવા બે લાખની કિંમતના 74 મણ કાળા તલની ચોરી કરી છે. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઇ 74 મણ કાળા તલની ચોરી આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 380, 114 મુજબ ગુનો નોંધાયો
ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલા અને ખોડલધામ સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગયાર્ડમાં કષ્ટભંજન ટ્રેડિંગ નામે દુકાન ધરાવતા નિલેષ મહેતા દ્વારા ખરીદી કરાયેલા 1,26,000ની કિંમતના કાળા તલ તેમજ માર્કેટિંગ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા સાગર વૈષ્ણવ દ્વારા ખરીદી કરાયેલા 96,000ની કિંમતના 32 મણ કાળા તલની ચોરી થઇ છે. જેથી ગોંડલ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ નંબર વિનાની ઇકો કારમાં આવ્યા આરોપીઓ નંબર વગરની ઇકો કારમાં આવ્યા
CCTVમાં દેખાતા ફૂટેજ મુજબ આરોપીઓ નંબર પ્લેટ વિનાની ઇકો કારમાં આવ્યા હતા અને મોટા વાહનોની આડસમાં માર્કેટિંગ યાર્ડના દરવાજામાંથી બહાર નીકળી ગયા હતા. જેથી પોલીસે આ ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.