ગુજરાત

gujarat

ETV Bharat / state

આટકોટમાં પેસેન્જરને લૂંટનો ભય બતાવી છેતરપિંડી આચારતો શખ્સ ઝડપાયો

રાજકોટઃ આટકોટમાં લૂંટફાટ વાળો વિસ્તાર હોવાનો ડર બતાવી રોકડ અને ઘરેણા ગાડીમાં રખાવી બાદમાં ગાડી ખરાબ થવાનું નાટક કરી લોકોને ધક્કો મારવાના બહાને નીચે ઉતારી ભાગી જતો છેતરપીંડી આચરતા શખ્સની LCBએ ધરપકડ કરી હતી.

By

Published : Oct 22, 2019, 7:44 AM IST

સ્પોટ ફોટો

આટકોટ પંથકમાં પેસેન્જર તરીકે લોકોને વાહનમાં બેસાડી લૂંટફાટનો ભય બતાવી રોકડ અને ઘરેણા પડાવી લઈ છેતરપીંડી આચરતા શખ્સને LCBએ ઝડપી લીધો હતો. રૂપિયા 3.37 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ વડા સુચનાથી LCB P.I. એમ એન રાણા, ASI પ્રભાતભાઈ બાલાસરા, રહીમભાઈ દલ, મયુર સિંહ જાડેજા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

મુદામાલ જપ્ત

આ દરમિયાન કિશન સંજય દાફડા સફેદ કલરનો ઇકો કારમાં છેતરપિંડીથી મેળવેલા સોનાના ઘરેણાં વેચવા જસદણ તરફ જતો હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી કાર લઇ નીકળતા આરોપીને ઝડપી પાડી એની પાસેથી રૂપિયા 7000 સોનાની બુટ્ટી નંગ-૨ મોબાઈલ નંબર 2 કાર મળી કુલ 3.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી કિશન દાફડા લોકોને પેસેન્જર તારીખે પોતાને ઇકો કારમાં બેસાડી અવાવરું રસ્તે લઈ જઈ લૂંટફાટ વાળો વિસ્તાર હોવાનો ભય બતાવી કીમતી વસ્તુ ઘરેણા અને રોકડા રૂપિયા ગાડીમાં રાખી દેવાનું કહી બાદમાં ગાડી ખરાબ થયાનું નાટક કરી ધક્કો મારવાનું પેસેન્જરને નીચે ઉતારી ગાડી લઇ ભાગી જતો હોવાનું ખુલવા પામ્યું હતું.

છેતરપિંડી આચારતો શખ્શ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details