ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કેસ ઘટતા સ્મશાનમાં પણ મૃતદેહોની સંખ્યા ઘટી - death because of corona

રાજકોટમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના લોકો કોરોનને કારણે સંક્રમિત થયા હતા. જ્યારે કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થયો હતો. હવે કોરોનાના કેસમાં ઘટોડો થતા કોરોનાથી મોતમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાથી એક પણ મોત થયું નથી.

કોરોનાથી મોતમાં ઘટાડો
કોરોનાથી મોતમાં ઘટાડો

By

Published : Jul 4, 2021, 7:33 PM IST

  • કોરોના કેસ ઘટતા સ્મશાનમાં પણ મૃતદેહઓની સંખ્યામાં ઘટાડો
  • સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓને બેડ મળતો ન હતો
  • સ્મશાનમાં 24 કલાક અંતિમ સંસ્કાર શરૂ રાખવામાં આવતા

રાજકોટ :કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના લોકો કોરોનને કારણે સંક્રમિત થયા હતા. જ્યારે કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થયો હતો. જ્યારે બીજી લહેર દરમિયાન રાજ્યના સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓને બેડ મળતો ન હતો. તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હતી.

કોરોનાના મૃતકો માટે અંતિમ સંસ્કાર કરવા માટે વેઇટિંગમાં રહેવું પડતું

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર અર્થે વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સ્મશાનમાં પણ કોરોનાના મૃતકો માટે અંતિમ સંસ્કાર કરવા માટે વેઇટિંગમાં રહેવું પડતું હતું. ત્યારે હવે કોરોનાના કેસ ઘટતા હવે સ્મશાનમાં પણ કોરોનાથી મૃત્યુ થયેલા લોકોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

દરરોજ 500થી 700જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવતા

કોરોનાની બીજી લહેર દરમિયાન રાજકોટમાં દરરોજ 500થી 700જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવતા હતા. જ્યારે દરરોજ 80થી વધુ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા.

સ્મશાનમાં 24 કલાક અંતિમ સંસ્કાર શરૂ રાખવામાં આવ્યા

જિલ્લામાં કોરોનાથી મોત થયેલા લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે પણ વેઇટિંગ સર્જાયું હતું. જેને લઇને શહેરના ચાર જેટલા મોટા સ્મશાનમાં 24 કલાક અંતિમ સંસ્કાર શરૂ રાખવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનમાં એક અથવા બે જ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ આવી રહ્યા છે. જેને લઇને સ્મશાનના કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

સ્મશાનોમાં અંતિમદાહ માટે 2 દિવસના વેઈટીંગ લિસ્ટ હતા

કોરોનાની બીજી લહેર દરમિયાન સ્મશાનોમાં અંતિમદાહ માટે 2 દિવસના વેઈટીંગ લિસ્ટ હતા. તેમજ ચિતાઓ પણ 24 કલાક બળતી હતી. કોરોનાગ્રસ્તોના અંતિમદાહ માટે અનામત બાપુનગર સ્મશાનગૃહના નિર્મલ ભંડેરીએ જણાવ્યું કે, આ અઠવાડિયુ એવુ છે કે, જેમાં એક પણ કોરોનાગ્રસ્ત ડેડ બોડી આવી નથી. કોરોના પીક ઉપર હતો ત્યારે અહી એક દિવસની 70થી 80 ડેડ બોડી આવતી હતી. હવે સ્થિતિમાં ખુબ સુધારો થયો છે.

દરરોજ સાથે 6થી 7 જેટલા જ કોરોના નવા પોઝિટિવ કેસ

રાજકોટમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દરરોજ 700થી 800 નવા કોરોના પોઝિટિવ કેસ આવતા હતા. ત્યારે હાલ દરરોજ સાથે 6થી 7 જેટલા જ કોરોના નવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે એક બે દર્દીઓના કોરોનાના કારણે મોત થઇ રહ્યા છે. જેને લઇને હવે સ્મશાનગૃહમાં પણ રાહત થઇ છે. દિવસમાં બે અઠવાડિયામાં બેથી ત્રણ જ કોરોનાગ્રસ્ત મૃતદેહ સ્મશાનમાં અંતિમ વિધિ માટે જઈ આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details