રાજકોટ: ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ તેઓ પોતાના પેલેસમાં પરત ફળ્યા છે.
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી - કોરોના વાઇરસ
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થાય છે. ગોંડલ મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહ અને મહારાણી સાહેબ કુમુદકુમારી કોરોનાથી સંક્રમિત થતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ સ્વસ્થ થતા પોતાના પેલેસમાં પરત આવ્યા હતા. લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી
ગોંડલના યુવરાજ હિમાંશુસિંહે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, રાજવી પરિવારો, રાજકીય સમાજીક અગ્રણીઓ તથા તમામનું કપરા સમયમાં સાથ સહકાર અને હૂફ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
યુવરાજ હિમાંશુસિંહે જણાવ્યું હતું કે, આ મહામારીમાંથી સમગ્ર વિશ્વ જલ્દી બહાર આવે અને નગરજનો સરકારના દરેક નિયમોનું પાલન કરી જાગૃત બની અને કોરોનાને હરાવે તેવી આશા વ્યક્ત કરી હતી.