રાજકોટઃ ગોંડલ શહેર પંથકમાં કોરોનાનો કાળો કેર પ્રસરી ગયો છે, ત્યારે છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કારણોસર મીડિયાને કોરોના પોઝિટિવ દર્દીનુંં લિસ્ટ આપવાનું બંધ કરાતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.
કોરોનાનું લિસ્ટ રોજિંદા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા મીડિયા ગ્રુપને આપવામાં આવતું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી આ લિસ્ટ આપવાનું બંધ કરી પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું હતું કે, જિલ્લા કક્ષાએથી સૂચના છે કે, તાલુકા લેવલે મીડિયાને લિસ્ટ ન આપવું અને મીડિયાને લિસ્ટ જોઈતું હોય તો ડીસ્ટ્રીક લેવલથી લીસ્ટ મેળવી લેવું.
ગોંડલ વહીવટીતંત્ર દ્વારા કોરોનાનું લિસ્ટ આપવાનું બંધ કરાયું - ગોંડલમાં કોરોના વાઇરસના કેસ
ગોંડલ વહીવટીતંત્ર દ્વારા કોરોનાનું લિસ્ટ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લિસ્ટ જાહેર કરાતા સોશિયલ મીડિયા અને મીડિયામાં નામ પ્રસિદ્ધ થતા લોકો જાગૃતતા સાથે સાવચેત રહેતા હતા.
Gondal News
વાસ્તવમાં કોરોનાનું લિસ્ટ મીડિયાને આપવામાં આવતા સોશિયલ મીડિયા અને અખબારોમાં રોજિંદા કોરોનાના કેસ અંગે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. જેના પરિણામે લોકો જાગૃતતા સાથે સાવચેત રહેતા હતા. હાલ આ માહિતી બંધ કરાતા લોકો પણ વિમાસણમાં મુકાયા છે કે, કોણ કોરોના પોઝીટીવ છે કે કોણ નથી તે જાણી શકાતું નથી. કોરોના લિસ્ટ પ્રસિદ્ધ કરવા અંગે જિલ્લા તંત્રને શું પેટમાં દુખે છે તે અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે.