ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot unseasonal rains: પૂર્વ ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સહાયની કરી માંગ - Rajkot unseasonal rains

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદમાં રાજકોટના ઉપલેટા-ધોરાજી પંથકની અંદર પડેલા વરસાદને લઈને સર્વે કરી સહાયની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર.

કમોસમી વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિ
કમોસમી વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિ

By

Published : May 10, 2023, 10:22 AM IST

પૂર્વ ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સહાયની કરી માંગ

રાજકોટ: ધોરાજી-ઉપલેટા વિસ્તારની અંદર છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેમાં આ બંને તાલુકા વિસ્તારોની અંદર અંદાજિત 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ અને તૈયાર થયેલા મોલની અંદર નુકસાની તેમજ ખેતરમાં ઉભા મોલને નુકસાન થયું હોવાની પણ માહિતીઓ સામે આવી છે. આ બાબતે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિતો વસોયાએ નુકસાનીની બાબતને લઈને સર્વે કરી સહાયની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે.

વરસાદના કારણે શિયાળુ પાક અને ઉનાળુ પાકને ભયંકર નુકશાની:ધોરાજી-ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ પત્રની અંદર જણાવ્યું છે કે, ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક અને ઉનાળુ પાકને ભયંકર નુકશાની થયેલ છે. સરકારે શિયાળુ પાકને થયેલા નુકશાનનું સર્વે કરાવી સહાય માટેની જાહેરાત પણ કરી છે. આ સર્વેમાં ઘણી બધી ક્ષતીઓ તંત્ર દ્વારા રહી ગઈ છે જેને સુધારવાની જરૂર છે તેવું જણાવ્યું છે. લલિત વસોયા વધુમાં જણાવ્યું છે કે, ધોરાજી-ઉપલેટા તાલુકામાં શિયાળુ પાકને નુકશાન થયેલ તેનો સમાવેશ આ સહાય પેકેજમાં કરવામાં નથી આવ્યો પણ હવે જ્યારે એપ્રિલ અને મેં મહિનામાં કમોસમી વરસાદના કરને ઉનાળુ પાક જેવો કે બાજરી, તલ, મગ અને ડુંગળી જવા પામેલ છે, તેનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલીક સહાય આપવી જોઈએ તેવી માંગ કરી છે.

લેખિત માંગણી કરતા જણાવવામાં આવ્યું છે કે, ધોરાજી-ઉપલેટા તાલુકાના 20 થી વધારે ગામો એવા છે કે જેમાં છેલ્લા 15 દિવસમાં 7 થી 10 ઇંચ જેટલો વરસાદ પવન સાથે પડ્યો છે. નદી, વોંકળામાં પુર આવ્યા છે. અતી વરસાદના કારણે ઉપલેટા તાલુકાના લાઠ ગામની ત્રણ મહિલાઓના તણાઈ જવાના કારણે મૃત્યુ થયા છે. જેના ઉપરથી નુકશાનીનો અંદાજ લગાવી શકાય છે. મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી હોવાની વાત સાથે લોકોમાં મુખ્ય પ્રધાનની છબી છે, જેને સાર્થક કરવા મારી આ રજુઆતને દિમાગથી નહીં દિલથી લેશો એવી વિનંતી ધોરાજી-ઉપલેટા વિધાનસભાના માજી ધારાસભ્ય લલિત વસોયાએ કરી છે.

કમોસમી વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિ:ધોરાજી-ઉપલેટા વિસ્તારની અંદર છેલ્લા બે મહિનાની અંદર અનેક વખત કમોસમી વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિ તેમજ ધોધમાર વરસાદને કારણે અનેકો નુકસાની વેઠવાનો વારો ખેડૂતો તેમજ વેપારીઓને આવ્યો છે જેમાં માર્કેટિંગ યાર્ડની અંદર જણસીઓ પલળી ગઈ છે તેમજ ખેડૂતોનો શિયાળો મોલ પલડી જતા અને નુકસાની આવતા સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ આ વિસ્તારની અંદર સર્વેની અંદર ક્ષતિઓ હોવાનું માજી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવી ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને લેખિત પત્ર લખી સર્વે કરી સહાયની માંગ સાથે રજૂઆત કરી છે.

સોશિયલ મીડિયા ક્લોનિંગમાં સતત વધારો, જાણો બચવા માટે શું કરવું...

Ahmedabad crime news: રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે મારામારી મોતમાં પરિણમી, ઘટના CCTVમાં કેદ

Karnataka Election 2023: કોણ બનશે કર્ણાટકના સીએમ? વોટિંગ શરૂ, PM મોદીએ કરી અપીલ

ABOUT THE AUTHOR

...view details