- સરકારી ગાઇડલાઇન અંતર્ગત કોરોના વેક્સીન અપાઇ
- વેક્સીન બાદ 30 મીનીટ સુધી કેદીઓને ઓબર્ઝવેશનમાં રખાયા
- મધ્યસ્થ જેલના 157 કેદીઓને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો
રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા જતા રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા 157 કેદીને કોરોના વેકશીન આપવામાં આવી ૪૫ વર્ષ કે તેથી વધુ ઉમરનો પાકા કામના કેદી-૭૯ તથા કાચા કામના કેદી-52, તેમજ પાસા અટકાયતી 1 પુરુષ તેમજ 25 સ્ત્રી મળી કુલ 157બંધીવાન ભાઇઓ તથા બહેનોને સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વેક્સીનનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો. રસીકરણ કાર્યક્રમ સફળ બનાવવા જેલ અધિક્ષક બન્નો જોષી તથા નાયબ અધિક્ષક આર.ડી.દેસાઇ તથા સીનીયર જેલર એમ જી.રબારીએ જહેમત ઉઠાવેલ હતી.
આ પણ વાંચોઃમુરાદાબાદ ડિસ્ટ્રિક્ટ જેલના 5 કેદીઓને કોરોના પોઝિટિવ