ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ માટે સારા સમાચાર: કોરોનાના પ્રથમ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

જિલ્લા માટે સૌ પ્રથમ વખત રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોનાનો જે સૌ પ્રથમ કેસ સામે આવ્યો હતો અને જે પોઝિટિવ હતો, ત્યારબાદ તેની સારવાર કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

By

Published : Mar 31, 2020, 7:55 PM IST

રાજકોટ માટે સારા સમાચાર: પ્રથમ કોરોનાના દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
રાજકોટ માટે સારા સમાચાર: પ્રથમ કોરોનાના દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

રાજકોટ: જિલ્લાવાસીઓ માટે આજે એક સારા સમાચાર સામેે આવ્યા છે. જેમાં રાજકોટમાં પ્રથમ જે દર્દીનો કોરોનાનો કેસ સામે આવ્યો હતો, તેનો આજે સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ જાહેર થયો છે. રાજકોટના જંગલેશ્વ વિસ્તારમાં રહેતો નદીમ નામનો યુવક થોડા દિવસ પહેલા પરિજનો સાથે મક્કા મદીના ગયો હતો અને ત્યારબાદ રાજકોટ ખાતે આવી પહોચ્યો હતો. રાજકોટ આવ્યા બાદ યુવકની તબિયત લથડતા તેને ખાનગી ડોક્ટર પાસેથી દવા લીધી હતી, પરંતુ તેના સ્વાથ્યમાં સુધારો થયો નહોતો અને ત્યારબાદ દર્દીનો રિપોર્ટ કરવામાં આવતા તેને કોરોના થયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે રાજકોટમાં આ નદીમ નામનો યુવકનો પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં રાજકોટમાં 10 જેટલા પોઝિટિવ કેસ કોરોનાના સામે આવ્યા છે. જયારે કોરોના 10 જેટલા કેસની વચ્ચે આજે સારા સમાચાર આવતા રાજકોટવાસીઓને ચિંતામાં થોડી રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details