ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી રાજકોટમાં AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચ થશે શરૂ - news in rajkot

રાજકોટમાં આગામી દિવસોમાં AIIMSની નિર્માણ થવાનું છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. તેમજ હાલ એઇમ્સ માટેનું કામ પણ શરૂ થઈ ગયું છે. જ્યારે એઈમ્સ શરૂ થાય તે પહેલા જ સરકાર દ્વારા એઇમ્સ માટેની મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે આજથી એઇમ્સ માટેની પ્રથમ બેચ શરૂ કરવામાં આવનાર છે.

the-first-bench-of-aiims-medical-college-started-in-rajkot-from-monday
આજથી રાજકોટમાં AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચ થશે શરૂ

By

Published : Dec 20, 2020, 3:33 PM IST

Updated : Dec 21, 2020, 12:09 PM IST

  • રાજકોટમાં એઇમ્સ મેડિકલ કોલેજ માટેનું કામ થયું શરૂ
  • રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાવશે ઈ-શુભારંભ
  • 17 જેટલા પ્રોફેસરોની પણ નિમણુંક કરવામાં આવી

રાજકોટઃ શહેરમાં આગામી દિવસોમાં AIIMSની નિર્માણ થવાનું છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. તેમજ હાલ એઇમ્સ માટેનું કામ પણ શરૂ થઈ ગયું છે. જ્યારે એઈમ્સ શરૂ થાય તે પહેલા જ સરકાર દ્વારા એઇમ્સ માટેની મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે આજે એઇમ્સ માટેની પ્રથમ બેચ શરૂ કરવામાં આવનાર છે.

આજથી રાજકોટમાં AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચ થશે શરૂ


AIIMSનો મુખ્યપ્રધાન રૂપાણી કરાવશે ઇ શુભારંભ

રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આજે બપોરે 12.30 કલાકે AIIMS રાજકોટ ખાતે એકેડેમિક સેશન 2020-21નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈ-શુભારંભ કરવામાં આવનાર છે. આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રના આરોગ્ય રાજ્યપ્રધાન અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે. જ્યારે રાજકોટથી સાંસદો, AIIMS રાજકોટના ડાયરેક્ટર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ જોડાશે.

વર્ષ 2020-21ની બેચમાં MBBSના 50 વિદ્યાર્થીઓ

હાલ રાજકોટમાં એઈમ્સના નિર્માણનું કામ પરાપીપળીયા ખાતે જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારથી એઇમ્સ માટેની મેડિકલ કોલેજની પ્રથમ બેચનો પણ શુભારંભ કરવામાં આવનાર છે. જેને લઈને ચાલુ વર્ષે એટલે કે, વર્ષ 2020-21ની બેંચમાં MBBSના 50 વિદ્યાર્થીઓ જોડાશે. હાલમાં હંગામી રીતે AIIMS રાજકોટને PDU મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ રાજકોટના કેમ્પસમાં શરૂ કરવામાં આવી છે. તેમજ આ મેડિકલ કોલેજ માટે 17 જેટલા પ્રોફેસરોની પણ નિમણુંક કરવામાં આવી છે.

Last Updated : Dec 21, 2020, 12:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details