ગુજરાત

gujarat

ETV Bharat / state

મૂળ ગોંડલના પરિવારની દીકરી દ્વારા શરૂ કરાયો ગલ્ફના દેશોમાં અનાજ કઠોળની નિકાસ કરવાનો બિઝનેસ - human interest story

દુબઇ સ્થિત ગોંડલની યુવતી દ્વારા વર્લ્ડ ટોપ બિઝનેસ વુમનનું સ્વપ્ન જોવાયું છે, જેને સિદ્ધ કરવા કઠોર મહેનત કરવામાં આવી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાંથી અનાજ કઠોળની ખરીદી કરી ગલ્ફના દેશમાં નિકાસ કરવામાં આવી રહી છે.

The business of exporting grain beans
The business of exporting grain beans

By

Published : Jun 7, 2021, 10:02 PM IST

  • દુબઇમાં 15 માર્કેટિંગ સ્ટાફ અને ગોંડલમાં પણ ખરીદી માટે સ્ટાફ તૈનાત કરાયો છે
  • સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાંથી અનાજ કઠોળની ખરીદી કરી ગલ્ફના દેશમાં નિકાસ કરવામાં આવી રહી છે.
  • ગોંડલની બિઝનેસ વુમન અભ્યાસમાં પણ રહી છે ટોપ

રાજકોટ : અભ્યાસમાં સતત ટોપર રહેલી દુધાત્રા સોનલ જગદીશભાઈ દ્વારા વર્લ્ડની ટોપ બિઝનેસ વુમનની યાદીમાં પોતાનું નામ ઉમેરવાનો લક્ષ્ય સેવવામાં આવ્યું છે. સ્વપ્નને સિદ્ધ કરવા કઠોર મહેનત કરવી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી મૂળ ગોંડલ અને હાલ દુબઈ સ્થાયી થયેલા અને M Com., CA, IPCCના અભ્યાસમાં સતત ટોપર રહેલી દુધાત્રા સોનલ જગદીશભાઈ દ્વારા વર્લ્ડની ટોપ બિઝનેસ વુમનના લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવાનો લક્ષ્ય સેવવામાં આવ્યું છે. હાલ તેમના દ્વારા દુબઈ ખાતે KIC FOODSથી બિઝનેસની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના માટે પાંચ વર્ષ નોકરી કરી અનુભવ મેળવી ઈમ્પોર્ટ - એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. અલબત્ત કોઈ પણ જાતની મૂડી વગર 6 મહિનાની સખત મહેનત બાદ આશરે બે કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાના આરે પહોંચ્યા છે.

મૂળ ગોંડલના પરિવારની દીકરી દ્વારા શરૂ કરાયો ગલ્ફના દેશોમાં અનાજ કઠોળની નિકાસ કરવાનો બિઝનેસ

યુવતીને બિઝનેસમાં આગળ વધવા મળી રહ્યો છે પિતા અને પતિનો સાથ સહકાર

ગોંડલ, રાજકોટ, જામનગર, ડીસા માર્કેટિંગ યાર્ડમાંથી કર્તવ્ય ઇનકોર્પોરેશન નામે અનાજ કઠોળની ખરીદી કરી ગલ્ફના દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે અને આગામી એક વર્ષમાં યુરોપમાં પણ માર્કેટ બનાવવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. પુત્રીના સ્વપ્નને સિદ્ધ કરવા જગદીશભાઈ દુધાત્રા તો સાથ સહકાર આપી રહ્યા છે, પરંતુ સોનલબેનના પતિ ઉર્વીષભાઈ પણ ખભે ખભો મિલાવી પત્નીના સ્વપ્નને સાકાર કરવાની મહેનતમાં લાગી ગયા છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details