ગુજરાત

gujarat

ETV Bharat / state

1.10 લાખ ચૂકવ્યા છતાં ફાટેલી PPE કિટમાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મોકલ્યો - PPE kit

રાજકોટમાં માનવતાને નેવે મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ખેડૂતોનું મોત થતા, ફાટેલી PPE કિટમાં લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાનમાં મોકલી આપ્યો હતો.

ફાટેલી PPE કિટમાં લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાનમાં મોકલ્યો
ફાટેલી PPE કિટમાં લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાનમાં મોકલ્યો

By

Published : Apr 7, 2021, 5:47 PM IST

Updated : Apr 7, 2021, 7:21 PM IST

  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખેડૂતને હોસ્પિટલમાં ખસેડ્યા
  • સારવાર દરમિયાન ખેડૂતનું થયું મોત
  • ફાટેલી PPE કિટમાં લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાનમાં મોકલ્યો

રાજકોટ: જિલ્લામાં માનવતાને નેવે મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના ખેડૂતને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ખેડૂતના મોત પહેલા હોસ્પિટલે 1.10 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાદ ફાટેલી PPE કિટમાં મૃતદેહને બંધ કરી લોહીથી નીતરતો મૃતદેહ સ્મશાનમાં મોકલ્યો હોવાની ક્રુર ઘટના સામે આવી છે.

આ પણ વાંચો:રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કર્મચારીઓ PPE કિટ પહેરીને રમ્યાં ગરબે , વિડીયો વાઇરલ

સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો કર્યો આગ્રહ

અમરેલી નજીકના ચાંપાથળ ગામના મૃતક ખેડૂત રસિકભાઇ વધાસિયાનાં પુત્ર મુકેશભાઈએ જણાવ્યું હતું કે, સારવાર માટે હોસ્પિટલ દ્વારા અમારી પાસેથી 1.10 લાખની ફી તબક્કાવાર લેવામાં આવી હતી. મારા પિતાના મૃત્યુની સવારે 9.30 વાગે જાણ કરાયા બાદ બપોરે મૃતદેહ સોંપવામાં આવી હતી. જેમાં કાન અને નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ભારે હોબાળો થતા અંતે પોલીસ બોલાવવામાં આવી હતી. સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે બાદમાં પોલીસ અને તબીબોની સમજાવટ પછી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:બર્ડ ફ્લૂને કારણે ઈજાગ્રસ્ત પક્ષીઓની PPE કીટ પહેરી કરાઇ સારવાર

લોહી પાતળું કરવા દવા આપવામાં આવી હતી

આ અંગે ભક્તિનગર પોલીસ મથકના PI જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, મૃતકને નાકમાં ઓક્સિજન નળી મૂકવામાં આવી હતી અને લોહી પાતળું કરવા દવા આપવામાં આવી હતી. જેમાં નળી બહાર કાઢ્યા બાદ નાકમાંથી લોહી નીકળ્યાનું તારણ સામે આવ્યું છે. સમજાવટ બાદ પરિવારજનોએ આખરે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Last Updated : Apr 7, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details