ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાંથી 1500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો - POLICE

રાજકોટઃ રાજકોટમાં આજે થોરાળા પોલીસ દ્વારા મેગા પ્રોહીબિશન અંગેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન વિસ્તારના કુબલિયાપરા વોકળાની ગટરમાંથી દેશી દારૂ બનાવવા માટે વપરાતો 1500 લીટર આથો ઝડપાયો હતો. જેનો પોલીસ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

F

By

Published : Jul 11, 2019, 2:00 AM IST

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં દેશી દારૂની પ્રવૃત્તિ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ હતી

અહીં આજે શહેરના થોરાળા પોલીસ દ્વારા વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસ જવાનો દ્વારા વિસ્તારમાં ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાંથી 1500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો
રાજકોટમાંથી 1500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો
રાજકોટમાંથી 1500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો

આ દરમિયાન દેશી દારૂ ઝડપાયો હતો, આ જથ્થાનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. ચેકીંગ દરમિયાન પોલીસને દારૂ બનાવવાનો બિનવારસી 1500 લીટર આથો પણ મળી આવ્યો હતો. જ્યારે એક ઈસમ 300 લીટર આથા સાથે ઝડપાયો હતો.પોલીસે ડ્રાઈવ દરમિયાન ભાણાભાઈ જીવાભાઈ શિયાળ નામના એક ઇસમની ધરપકડ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details