ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં તાપમાન 44 ડિગ્રીએ, જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર - declare

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં મનપા તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ દેખાઇ રહ્યા છે. જેને લઇને મનપાએ આ પ્રકારના વાતાવરણમાં શહેરીજનો વધુમાં વધુ પાણી પીવાનો અને ગાર્ડનનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

મનપા કમિશ્નર

By

Published : Apr 29, 2019, 9:18 PM IST

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સત્તત વધારો થતાં લોકો ત્રાહીમામ પોંકારી ઉઠ્યા છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના વાતાવરણમાં કેવી રીતે રહેવું તે, અંગેની માર્ગદર્શીકા પણ જાહેર કરાઈ છે. આ સાથે જ મનપાએ રાજકોટની વિવિધ એન.જી.ઓ સાથે મળીને જરૂરીયાતવાળા મુખ્ય માર્ગો પર પાણી અને છાશનું વિતરણ વિનામુલ્યે આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.

રાજકોટમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા બે દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હજુ પણ તાપમાનમાં વધારો થવાની મનપા કમિશ્નરે સંભાવના જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details