હાલમાં રંગીલુ રાજકોટ જાણે સ્વાઈન ફ્લૂના ભરડામાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં સારવાર લઈ રહેલા સૌરાષ્ટ્રભરના દર્દીઓના એકબાદ એક મોત થઈ રહ્યાં છે. ત્યારે શુક્રવારે ફરી એકવાર 24 કલાકમાં બે દર્દીઓના મોતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા એક 65 વર્ષના વૃદ્ધ અને એક 64 વર્ષના વૃદ્ધાનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટમાં સ્વાઈન ફલૂનો કહેર યથાવત, 24 કલાકમાં વધુ 2ના મોત
રાજકોટ: શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો રોગચાળો જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે 24 કલાકમાં વધુ બે દર્દીના મોત નોંધાયા છે. રાજકોટ શહેરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધનું વહેલી સવારે મોત થયું છે, જ્યારે સાંજના સમયે અન્ય એક રાજકોટ શહેરના 64 વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.
સ્પોટ ફોટો
આ બંને દર્દીઓના મોતની સાથે રાજકોટમાં સારવાર લઈ રહેલા અલગ-અલગ જિલ્લાના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 48 જેટલા દર્દીઓના સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 236 સ્વાઈન ફ્લૂના કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં રાજકોટમાં કુલ 48 જેટલા દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.