બેડી માર્કેટ યાર્ડ ખાતે સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસિયેશન અને કિસાન સંઘના ચાલતા ઉપવાસ આંદોલનના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડનુ દલાલ મંડળ અને કિસાન સંઘે સરકાર સામે ભાવાન્તર અને ખેડૂતોને પાકવીમાની માંગ કરી અને સરકાર વેપારીઓ અને ખેડૂતોના પ્રશ્ન આગામી દિવસોમાં નહીં સંતોષાય તો સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી અને સમર્થન પણ આપ્યું છે.
રાજકોટ ખાતે ચાલતા ઉપવાસ આંદોલનને મળ્યું દલાલ મંડળનું સમર્થન - RJT
રાજકોટઃ જિલ્લામાં ચાલતા ઉપવાસ આંદોલનને ગોંડલ યાર્ડના દલાલ મંડળ અને કિસાન સંધે સરકાર સામેની ભાવાન્તર અને ખેડૂતોની પાક વીમાની માંગ અંગે સમર્થન મળ્યું છે.
રાજકોટ ખાતે ચાલતા ઉપવાસ આંદોલનમાં દલાલ મંડળનું સમર્થન
આ તકે ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોએ ‘જય જવાન, જય કિશાન’ ના નારા લગાવ્યા હતા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાલતું આંદોલન ઉગ્ર બનતું જોવા મળ્યું હતું.