ગુજરાત

gujarat

રાજકોટમાં ઓનલાઇન શિક્ષણથી ત્રસ્ત થઈ વિદ્યાર્થીનીએ આપધાત કર્યો હોવાની આશંકા

ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓના માથાનો દુઃખાવો બન્યો છે. જેથી આ મુદ્દે અનેક ફરિયાદ સામે આવી રહી છે. લોકો ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ તંત્ર પણ કોરોના મહામારીના કારણે મજબૂર છે, ત્યારે આ બધાની વચ્ચે ઓનાલાઈન શિક્ષણથી ત્રસ્ત વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં જો કે, તેણે ઓનલાઈન શિક્ષણથી કંટાળીને જ આત્મહત્યા કરી હોવાનું સાબિત થયું નથી.

By

Published : Jun 24, 2020, 2:39 PM IST

Published : Jun 24, 2020, 2:39 PM IST

રાજકોટ
રાજકોટ

રાજકોટઃ કોરોનાની મહામારીના કારણે હવે મોટાભાગના કામ ઓનલાઇન થઈ રહ્યાં છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. કેટલીક ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને મોબાઈલ મારફતે સતત ચાર ચાર પાંચ કલાક ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેનાથી તેઓ કંટાળી ગયા છે અને આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ પણ કોરોના મહામારીના કારણે મજબૂર હોવાનું જણાવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ઓનલાઈ શિક્ષણથી કંટાળેલી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટમાં ઓનલાઇન શિક્ષણથી ત્રસ્ત થઈ વિદ્યાર્થિનીએ આપધાત કર્યો હોવાની આશંકા

રાજકોટના મવડી વિસ્તારમાં રહેતી ખુશી શિંગડીયા નામની 12 વર્ષની કિશોરી મોબાઈલ હોમવર્ક પૂરું કરવા મુદ્દે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે ETV BHARAT દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા રાજકોટ તાલુકા પોલીસના પોલીસ ઇન્સપેક્ટર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કિશોરીને બે દિવસ પહેલા પોતાના નાના ભાઈ સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને ત્યારબાદ કિશોરીએ જે દિવસે આપઘાત કર્યો તે દિવસે પણ કિશોરી ન્હાવા માટે તેની મમ્મીએ તેને બે-ત્રણવાર ઠપકો આપ્યો હતો. જેનું કિશોરીને માઠું લાગી આવતા તેને આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ખુશી રાજકોટના જય કિસાન સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી હતી. તે બે બહેન ભાઈમાં મોટી હતી. હાલ ઓનલાઇન શિક્ષણના કારણે 12 વર્ષની કિશોરીએ આપઘાત કર્યાનું પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. જ્યારે પોલીસ દ્વારા ખરેખર ઓનલાઈન શિક્ષણના કારણે આપઘાત કર્યો છે કે શું તે અંગેની તપાસ હાથધરી છે.

ABOUT THE AUTHOR

...view details