ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીઃ રાજકોટના સ્મશાનગૃહોમાં અંતિમવિધિ માટે મૃતકના પરિજનોએ જોવી પડે છે રાહ... - funeral procedure of corona patients

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ 20થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થાય છે. જેને પગલે શહેરના મુક્તિધામોમાં અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. ત્યારે ઇટીવી ભારત દ્વારા રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહની મુલાકાત લેવામાં આવી હતી.

કોરોના ઇફેક્ટ: રાજકોટના સ્મશાનગૃહોમાં અંતિમવિધિ માટે લાંબુ વેઇટિંગ
કોરોના ઇફેક્ટ: રાજકોટના સ્મશાનગૃહોમાં અંતિમવિધિ માટે લાંબુ વેઇટિંગ

By

Published : Sep 22, 2020, 4:09 PM IST

રાજકોટ: છેલ્લા 2 મહિનાથી રાજકોટમાં સતત કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાથી જે દર્દીઓના મોત થાય છે તેના માટે વહીવટી તંત્ર દ્વારા શહેરના ચાર મુખ્ય મુક્તિધામ ખાતે અંતિમવિધિ કરવામાં આવે છે. કોરોનાથી મોત થયું હોવાના કારણે અંતિમવિધિ સમયે અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે PPE કીટ સાથે માત્ર ત્રણ કે ચાર જેટલા વ્યક્તિઓ દ્વારા જ વિધિવત રીતે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને દર્દીના સ્વજનોને પણ આ સમયે સ્મશાનગૃહમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

રાજકોટના મુખ્ય સ્મશાનગૃહ એવા રામનાથપરા ખાતે સૌથી વધુ કોરોના દર્દીઓના મૃતદેહનો ઇલેક્ટ્રીક પદ્ધતિ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. રાજકોટમાં એક અઠવાડિયા પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના આંકમાં વધારો થતાં અહીં 4થી 5 કોરોના દર્દીઓનું વેઇટિંગ સામે આવ્યું હતું. નિયમિતપણે અહીં 15થી17 જેટલા કોરોના મૃતકોની અંતિમવિધિ કરવામાં આવે છે.

કોરોના ઇફેક્ટ: રાજકોટના સ્મશાનગૃહોમાં અંતિમવિધિ માટે લાંબુ વેઇટિંગ

રાજકોટમાં કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 770 કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. જ્યારે શહેરના બાપુનગર સ્મશાનગૃહમાં છેલ્લા 2 માસમાં 300થી વધુ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. શહેરના મવડી અને નાના મૌવા સ્મશાનમાં પણ દરરોજ 3થી 4 જેટલા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના ચોપડે અત્યાર સુધીમાં કોરોના કારણે માત્ર 89 દર્દીઓના જ મોત નોંધાયા છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતા સ્મશાન ગૃહોમાં જ અત્યાર સુધીમાં અંદાજીત 1 હજાર કરતા પણ વધારે મૃતકોની અંતિમવિધિ થઇ ચૂકી છે. હાલ રામનાથપરા સ્મશાનગૃહમાં વેઇટિંગ જોવા મળતા વહીવટી તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે પણ અન્ય સ્મશાનગૃહમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાની ચર્ચા છે.

રાજકોટથી ભાવેશ સોંદરવાનો વિશેષ અહેવાલ.

ABOUT THE AUTHOR

...view details