- 10 વર્ષથી ઘરમાં બંધ રહીને અઘોરી જેવી જિંદગી જીવતા ત્રણ ભાઈ બહેનો
- હાલ પરિસ્થિતિ સુધરી હોવાનું જણાઇ આવ્યું
- હાલ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે
- તે તમામને ઓળખે તેમજ જૂની વાતો યાદ આવે તેવો પ્રયાસ
રાજકોટઃ શહેરના કિસાનપરા ચોક નજીક આવેલ છેલ્લા 10 વર્ષથી બંધ મકાનમાં રહેતા બે ભાઈ અને એક બહેનને સેવા સાથી ગ્રૂપ દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ અઘોરી હાલતમાં જીવન જીવતા હોવાની ઘટનાએ ગુજરાતભરમાં ચકચાર મચાવી હતી. જ્યારે આ આખા મામલે હવે સાથી સેવા ગ્રૂપ જ આ ભાઈ બહેનની પડખે ઉભું છે અને તેમની સારવાર કરાવીને તેઓ ધીમે ધીમે સામાન્ય જીવ જીવે તેવા પ્રયાસો કરી રહ્યું છે. જેને લઈને 2021ના નવા વર્ષની શરૂઆતમાં આ ભાઈ અને બહેન દ્વારા સાથી સેવા ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવતી સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હતા.
અઘોરી જેવું જીવન છોડીને સામાજિક સેવામાં જોડાયા
10 વર્ષથી એક જ મકાનમાં બંધ બે ભાઈ અને બહેન અઘોરી જેવું જીવન જીવતા હતા. પરતું સાથી સેવા ગ્રૂપ દ્વારા આ ભાઈ બહેનોને ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા અને હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. જોકે, ભાવેશ મહેતા અને બહેન મેઘનાને ધીમે ધીમે તેઓ ફરી સામાજિક જીવનમાં આવે તે માટે સાથી સેવા ગ્રૂપ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ તેમને ગ્રૂપ દ્વારા ચલાવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે. જેમાં મેઘના અન્ન ક્ષેત્રના કામમાં જોડાઈ છે. જ્યારે ભાવેશ સંસ્થા માટે દાન એકઠું કરવામાં લાગ્યો હતો.
અંબરીશના પગ હજુ ખુલતા નહિ હોવાનું આવ્યું સામે
ત્રણ ભાઈ બહેનમાં ભાવેશ અને મેઘનાને સાથી સેવા ગ્રૂપ દ્વારા સંસ્થાના સામાજિક કામમાં જોડવામાં આવ્યા છે. તેમજ બન્ને ભાઈ બહેન હવે સામાન્ય લોકોની વચ્ચે રહેવા લાગ્યા છે અને વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે સૌથી મોટા ભાઈ અંબરીશના લાંબા સમયથી પગ વળેલા હોવાથી ખુલતા નથી. જેને લઈને તે હજુ પણ આરામ કરી રહ્યા છે. હાલ ત્રણેય ભાઈ બહેનને તેમના ફોઈના ઘરે રાખવામાં આવ્યા છે. તેમજ અહીં જ તેમની મેડિકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. જ્યારે સેવા સાથી ગ્રૂપ દ્વારા પણ દરરોજ તેમની મુલાકાત લેવામાં આવી આવી રહી છે.
ત્રણેય ભાઈ બહેનમાં હાલ ઘણો સુધારો જોવા મળ્યો