ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ - gujarati news

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અંબિકા કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલી એક દુકાનમાં ડમી ગ્રાહક મોકલીને પોલીસે કુટણખાનુ ઝડપી પાડયુ છે. આ ગોરખધંધો ચલાવતા બે લોકોની ધરપકડ કરાઈ છે.

રાજકોટના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ

By

Published : Jul 6, 2019, 12:57 AM IST


રાજકોટ શહેરના રૈયા ચોકડી જેવા પોશ વિસ્તારમાં આવેલા અંબિકા કોમ્પલેક્ષમાંથી પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે ધવલ પરેશભાઇ વણપરિયા અને અમૂર્ત ભુદરભાઈ મથોળીયા નામના ઇસમોને દુકાનમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે હાલ બંન્ને ઇસમોની વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ ગોરખધંધાને ડમી ગ્રાહક બનીને પર્દાફાશ કર્યો હતો. આ કુટણખાનું ચલાવવામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.



ABOUT THE AUTHOR

...view details