ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ઝડપાયુ કુટણખાનુ, એક મહિલા સહિત 5ની ધરપકડ - sex racket caugh in rajkot

રાજકોટ: તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામધામ શેરી નંબર 6માં ચાલતું એક કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે બાતમી આધારે રહેણાક મકાનમાં દરોડો પાડીને સમગ્ર મામલો ખુલ્લો પાડ્યો છે. જેમાં એક મહિલા અને અન્ય ચાર ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટમાં ઝડપાયુ કુટણખાનુઃએક મહિલા સહિત 5ની ધરપકડ

By

Published : Jun 17, 2019, 3:17 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રાજકોટમાં ગુન્હેગારો બેફામ બન્યા છે. ત્યારે રાજકોટમાં એક હાઈપ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. રાજકોટના રામધામ શેરી નંબર 6માં આવેલા કમલ નામના રહેણાંક મકાનમાં બહારથી ગ્રાહકો બોલાવીને કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે તેવી બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડી એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

આ સાથે જ પોલીસે ઈસમો પાસેથી રૂપિયા 11 હજાર રોકડા અને 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

ABOUT THE AUTHOR

...view details