ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં વિદ્યાર્થીઓનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મુદ્દે વિરોધ, લલિત વસોયાએ કર્યા પ્રહારો - Asit Vora

સૌરાષ્ટ્ યુનિવર્સિટી પરીક્ષાઓમાં પેપર લીક થવાનો મામલો ( Saurashtra University Paper Leak Issue ) સામે આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ ( Students Protest in Dhoraji ) નોંધાવાયો હતો. સાથે પેપર લીક મામલે ધારાસભ્ય લલિત વસોયા ( Lalit Vasoya) એ સરકાર અને તંત્ર પર પ્રહાર કર્યા છે.

ધોરાજીમાં વિદ્યાર્થીઓનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મુદ્દે વિરોધ, લલિત વસોયાએ કર્યા પ્રહારો
ધોરાજીમાં વિદ્યાર્થીઓનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મુદ્દે વિરોધ, લલિત વસોયાએ કર્યા પ્રહારો

By

Published : Oct 13, 2022, 6:25 PM IST

રાજકોટ બીબીએ તેમજ બીકોમ માટે સૌરાષ્ટ્ યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં પેપરલીક થવાનો મામલો ( Saurashtra University Paper Leak Issue ) સામે આવતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યું છે તેમજ તેમના વાલીઓમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. કારણ કે આખા વર્ષ દરમિયાન કરેલ મહેનત પર પાણી ફરી જાય ત્યારે વિદ્યાર્થીઓમાં પણ નિરાશા અને ચિંતા જોવા મળે છે.

ધોરાજીમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ

કડક પગલા લેવા જોઈએ પરીક્ષાના પેપર લીક થવાના મામલે ( Saurashtra University Paper Leak Issue ) રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર બાબતે વિરોધ ( Students Protest in Dhoraji ) નોંધાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને વ્યથા ઠાલવી હતી. વિદ્યાર્થી દિનેશ અને સન્નીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ અનેક પેપર લીક થયા છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવિ બગડી ચુક્યા છે. ત્યારે સરકાર અને તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક અને કડક પગલા લેવા જોઈએ તેવી માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા છે.

લલિત વસોયાની પ્રતિક્રિયાપેપર લીક થવાના મામલા ( Saurashtra University Paper Leak Issue ) ને લઈને ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા ( Lalit Vasoya) એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકારી તંત્રની ઢીલી નીતિના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે આ સાથે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર કોઈને છોડશે નહીં તેવી વાતું કરે છે પરંતુ આ પ્રકારની બાબતમાં નાના માછલાઓને પકડીને મોટા અસિત વોરા ( Asit Vora ) જેવા મગરમચ્છને છોડી મુકે છે. ત્યારે સરકારે આ બાબતે કડક વલણ વલણ આપનાવી ગુનેગારો સામે કડક પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details