3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન રાજકોટ: મહંમદ ગજનીએ વર્ષ 1024માં સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. જે દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારના લોકો તે સમયે સમુદ્ર માર્ગ મારફતે રાજ્યના અલગ સલગ વિસ્તારમાં રહેવા ગયા હતા અને ત્યારબાદ છેલ્લે 1500ની સાલમાં આ લોકોને મદુરાઈના રાજવંશ મહારાજાએ પોતાના વિસ્તારમાં આશરો આપ્યો હતો. વર્ષોથી આ વિસ્તારના લોકો અહીંયા વસવાટ કરે છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને તમિલ સંગમ કાર્યક્રમ તમિલમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે યોજવામાં આવનાર છે. જે દરમિયાન અંદાજીત 3 હજાર કરતા વધુ લોકો તમિલમાંથી સૌરાષ્ટ્રમાં આવશે અને અહીં અલગ અલગ કાર્યવાહ યોજાશે. જેને લઈને રાજકોટ ખાતે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની વધુ માહિતી આપી હતી.
3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન 3 હજાર કરતા વધુ તમિલો આવશે સૌરાષ્ટ્રમાં:સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના 8 જેટલા પ્રધાનો તાજેતરમાં જ તમિલનાડુના આઠ જેટલા અલગ અલગ સ્થળોએ આમંત્રણ આપવા માટે ગયા હતા. જ્યાં એક ગુજરાતી તરીકે અમને ખૂબ લ આદર અને સન્માન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સૌરાષ્ટ્ર તમિલ સંગમને લઈને અત્યાર સુધીમાં 25,000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ આ ઇવેન્ટ 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી યોજાશે જેમાં 3,000 થી વધુ લોકો તામિલ સૌરાષ્ટ્રના લોકો સોમનાથ ખાતે આવશે જેના માટે રાજ્ય સરકાર દ્વારા રહેવાની સહિતની વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે.
Junagadh drinking water conservation: જૂનાગઢના નાગર ગૃહસ્થો આજે પણ વરસાદી પાણીનો કરે છે ઉપયોગ
વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે: સૌરાષ્ટ્ર તમિલ સંગમને લઈને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કલા, સંસ્કૃતિ, વાણિજ્ય, ઉદ્યોગ, પરફોર્મિંગ આર્ટસ, બિઝનેસ મીટ સહિતના કાર્યક્રમ યોજાશે જેમાં અનેક લોકો પણ ભાગ લેશે. આ અંગે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દ્વારકા, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આમ મહત્વના ચાર કાર્યક્રમ આપણે કરવાના છીએ પરંતુ જો કલાનો કાર્યક્રમ હોય સંગીતનો કાર્યક્રમ હોય, ભાષા એકબીજાને ટ્રાન્સફર કરવાનો વિષય હોય, એકબીજા સાથે ભાષાકીય જે ત્યાની ભાષા આપણી ભાષા કામ ચલાવું રીતે પણ એકબીજા સાથે નાની મોટી વાતચીત કરી શકાય. વેપાર માટે ત્યા ટેક્સટાઇલ ઉદ્યોગ અને આપણો અહીંનો આ બંનેનું સમન્વય કરી એક પ્લેટફોર્મ પર વેપારની તકો પણ વધારે વિકસે એનો પ્રયત્ન પણ કરવાના છીએ અને રાજકોટમાં પણ એક કાર્યક્રમ થવાનો છે.
Vadodara Crime News: જરોદ પાસે આવેલ આમલીયારા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો
કોરોનાથી હવે ડરવાની જરૂર નથી: આરોગ્ય પ્રધાન કોરોનાના કેસ અંગે નિવેદન આપતા તેમને જણાવ્યું હતું કે લગભગ છેલ્લા અઠવાડિયાની વાત કરુ તો એ દરમિયાન 300 થી 400 સુધીના કેસો આપણને જોવા મળ્યા હતા. જ્યારે જીવનની સાથે હવે કોરોના જાણે સાથે વણાઈ ગયો હોય એવું આખી દુનિયામાં મહેસુસ થઈ રહ્યું છે. ગુજરાત અને ભારતમાં જે કેસો નોંધાય છે એના કરતાં અનેક ગણાં કેસો અન્ય દેશોમાં આવી રહ્યા છે. જ્યારે આ કાર્યક્રમમાં જે સંખ્યા આવવાની છે એ લિમિટેડ 5 હજારની આજુબાજુ આવવાની છે અને 300 કે 400 લોકો પ્રથમ ચરણમાં આવશે તેમજ રોટેશન વાઇઝ આ આખો કાર્યક્રમ ચાલવાનો છે. એક પ્લેટફોર્મ ઉપર આધારપ્રદાનના જે વિષયો છે એ પણ થાય આ બધા કાર્યો થવાના છે પરંતુ કોરોનાથી હવે બીક રાખવાની જરૂર નથી પણ ચોક્કસ આપણે સાવધાની રાખીએ.