રાજકોટ: સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં હનુમાનજીના મૂર્તિ નીચે હનુમાનજીના સ્વામી ભગવાનના સેવક દર્શાવતા વિવાદિત ચિત્રો લગાવવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ગઈકાલે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આકરી કાર્યવાહીની માંગ કરી હતી. એવામાં આજે રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ હનુમાનજીના વિવાદિત ચિત્ર મામલે નિવેદન આપ્યું છે.
Sarangpur Hanuman Controversy: હું પૂજારી છુ અને ભગવાનનું સ્વરૂપ ધારણ કરુ તે યોગ્ય નથી - રામ મોકરિયા - Ram Mokariya Statement
છેલ્લા ઘણા દિવસોથી સારંગપુર ચર્ચામાં આવ્યું છે. ત્યારે હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે ભારે વિરોધ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રામ મોકરિયાએ આજે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે હું પૂજારી છું અને ભગવાનનું સ્વરૂપ ધારણ કરુ તે યોગ્ય નથી.
Published : Sep 2, 2023, 4:08 PM IST
"હું મારુતિ કુરિયરનો માલિક છું અને મારુતિનંદનનો ભક્ત છું. તેમજ મારુતિનંદનનું સન્માન જળવાઈ રહેવું જોઈએ. હું મંદિરનો પૂજારી હોઉં અને પૂજારી થઈને ભગવાનનું સ્વરૂપ ધારણ કરું તો તે વાત યોગ્ય નથી. મારુતિનંદન આ પ્રકારના વિવાદિત ચિત્રો તાત્કાલિક દૂર કરવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આ પ્રકારના વિવાદથી દૂર રહેવું જોઈએ. જ્યારે હું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પણ આ મામલે અપીલ કરું છું. આ પ્રકારના ચિત્રના કારણે લોકોને આસ્થા અને ઠેસ પહોંચી છે માટે તેને દૂર કરવા જોઈએ.."--રામ મોકરિયા, રાજ્યસભા સાંસદ
શંકરાચાર્યથી મોટું કોઈ નથી: રામ મોકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, શંકરાચાર્યથી કોઈ મોટું નથી. જેમના કારણે શંકરાચાર્યજીની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. આ પ્રકારના વિવાદથી હિન્દુ સમાજમાં ભાગલા પડે છે અને અન્ય લોકો તેનો લાભ લે તે યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા આજે રાજકોટના લોધિકા ખાતે નવા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થનાર પોલીસ સ્ટેશન લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સાળંગપુર હનુમાનજીના ચિત્ર મામલે નિવેદન આપ્યું હતું ત્યારે રામ મોકરીયા એવા પ્રથમ સાંસદ છે કે જેમને હનુમાનજી ચિત્ર મામલે નિવેદન આપ્યું છે.